India

આ વ્યક્તિ ની દેશ ભક્તિ ને સલામ ! પોતાની આંખ માં જ ભારત નો ત્રિરંગો ચીતરાવી દીધો..જુઓ વિડીયો.

Spread the love

હાલ થોડા સમય બાદ આપણા દેશમાં રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ આવી રહ્યો છે. 15 મી ઓગસ્ટ તહેવાર ઉજવવાના ભાગરૂપે આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમ ઘણા સમયથી ચાલુ છે. એવામાં આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમના ભાગરૂપે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ હર ઘર ત્રિરંગા લગાવવાની યોજના ની જાહેરાત કરી હતી.

ઘણા બધા લોકો દેશભક્તિ ને માન આપતા પોતાના ઘર ઉપર ભારતનો રાષ્ટ્રીય તિરંગો લગાવતા જોવા મળે છે. પરંતુ તમિલનાડુ માં વસવાટ કરતો એક કલાકાર કે જે એક સામાજિક કાર્યકર્તા પણ છે. તેની દેશભક્તિને સલામ છે કારણ કે, આ દેશભક્ત વ્યક્તિએ પોતાની આંખમાં જ એક ભારતનો ત્રિરંગો ચિત્રાવી નાખ્યો. વધુ વિગતે જાણીએ તો તમિલનાડુનો કલાકાર કે જેનું નામ યુએમટી રાજા છે..જુઓ વિડીયો.

તેને પોતાની આંખમાં જ ભારતનો ત્રિરંગો ચિત્રાવી દીધેલો છે. કઈ રીતે આ ત્રણ આંખમાં ત્રિરંગો ચિત્રાવ્યો તેની વાત કરીએ તો આ વ્યક્તિ ને આંખમાં ત્રિરંગો ચીતરવા માટે મિનિચર આર્ટિસ્ટ ની મદદ લીધી હતી. કલાકારે ઈંડાની અંદરના પાતળા સેલ પર પહેલા ત્રિરંગો બનાવ્યો. અને ત્યારબાદ આ વ્યક્તિએ પોતાની આંખમાં ભારતનો ત્રિરંગો ચોંટાડી દીધો હતો. કહેવાય છે કે આ ત્રિરંગો ચોટાવવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

કારણ કે આંખ એક એવું અંગ છે કે, જે ખૂબ સંવેદનશીલ હોય છે. જો તેના ઉપર કઈ ધૂળ રજકણ કે પાણી જાય તો એલર્જી અથવા તો ઇન્ફેક્શન થઈ જતું હોય છે. પરંતુ આ વ્યક્તિએ પોતાની આર્ટિસ્ટની મદદથી આ પ્રયોગ સફળ રીતે પાર પાડ્યો હતો. અને લોકોને આવા પ્રયોગ ન કરવા પણ સલાહ આપી હતી. આમ આપણા દેશમાં લોકો ની દેશભક્તિ ખરેખર કાબિલેતારીફ હોય છે. હમણાં થોડા સમય પહેલા જ એક યુવાન નો ગંગા નદીના ઘાટમાં ગંગા નદીની અંદર ભારતના ત્રિરંગો ફરકાવતો વિડિયો વાયરલ થયો હતો. ભારતના લોકો ની દેશભક્તિને ખરેખર સલામ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *