બેંકોકમાં થઇ સનેડાની મોજ ! ક્રુઝ શિપ ઉપર ગુજરાતીઓએ કર્યા ગરબા,વિદેશીઓએ પણ…જુઓ વિડીયો
જ્યાં જુઓ ત્યાં માત્ર ગુજરાતીઓની બોલબાલા છે, આજે અમે આપને એક એવો વિડીયો બતાવીશું કે તે જોઈને તમને પણ સનેડો કરવાનું મન થઇ જશે. ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છે કે ગુજરાતીઓના લગ્ન સનેડો વિના અધૂરા છે. ગુજરાતીની ઓળખ સનેડાથી થાય છે, હાલમાં એ વિડીયો વારયલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે બેંગકોકમાં ગુજરાતીઓ સનેડો કર્યો..આ જોઈને એ તો જરૂરથી કહી શકાય કે આપણા ગુજરાતીઓ જ્યાં વસે છે, ત્યાં ગુજરાત જેવું વાતાવરણ બનાવી દે.
આ વાયરલ વિડીયો જોઇને કોઈપણ ન કહી શકે કે, આ વિડીયો બેંગકોકનો છે. વાયરલ થયેલા આ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક ક્રુઝમાં તમામ ગુજરાતીઓ ડીજેના તાલે સનેડો રમી રહ્યા છે. આ જોઈને આપણને પણ રમવાનું મન થઇ જાય. ગરબા તો ગુજરાતીઓના લોહીમાં છે અને ગરબા વિના ગુજરાતીઓની કલ્પના ન થઇ શકે અને આ વીડિયો પણ સાબિત કરી બતાવે છે કે ગુજરાતી દેશના કોઈપણ ખૂણે કેમ ન વસે પરંતુ તે ગુજરાતી ગરબા તો ક્યારેય ન ભૂલી શકે.
તમેં જોઈ શકો છો કે બેંગકોકમાં લગ્ન હોવાથી ગુજરાતીઓએ ક્રુઝમાં સનેડો કર્યો અને આ સનેડો જ્યારે આપણે સાંભળીએ ત્યારે ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર મણિરાજ બારોટને જરૂર યાદ કરવા જોઈએ કારણ કે મણિરાજ બારોટે ખુબ જ ઓછા સમયમાં લોકપ્રિયતા મેળવી અને આ સફળતા ખરેખર તેમના સંઘર્ષનું પરિણામ છે. ચાલો અમે આપને મણિરાજ બારોટના જીવન વિષે જણાવીએ.
View this post on Instagram
મણિરાજ બારોટ તેઓ ગુજરાતના જાણીતા લોકગાયક હતા. ઉત્તર ગુજરાતના તૂરી બારોટ લોકો દ્વારા ભવાઇ વેશમાં ગવાતા સનેડો નામના લોકગીતના એક પ્રકારને જગતભરમાં પ્રખ્યાત કરવાનું બહુમાન તેમના ફાળે જાય છે.તેઓ ઉત્તર ગુજરાતના પાટણ પાસે આવેલા બાલવા ગામના મૂળ વતની હતા.૪૨ વર્ષની વયે નવરાત્રીની આઠમને શનિવાર, સપ્ટેમ્બર ૩૦, ૨૦૦૬ના રોજ રાજકોટ પાસેના એક રિસોર્ટમાં હ્દયરોગનો હુમલો થતાં તેમનું અવસાન થયું હતું. આજે ભલે તે આ દુનિયામાં નથી પરંતુ સનેડા તરીકે આપણા હૈયામાં જીવંત છે.