બનજર જમીન ખોદતા ખેડૂતને મળી એવી વસ્તુકે જોઈને લોકો આશ્ચર્ય ચકિત થઈ ગયા પરંતુ થોડા જ સમય માં થયું એવું કે…. જાણો પુરા સમાચાર
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે આપણી આ ધરતી કરોડો વર્ષ જૂની છે. આ ધરતી પર અનેક સભ્યતાઓ અને અનેક લોકો તથા પ્રાણી અને જીવો આવ્યા અને અમુક નાશ પણ પામ્યા. તેવામાં કરોડો વર્ષ જૂની આ ધરતી પોતાની અંદર અનેક રહસ્ય અને એવી વસ્તુઓ ધારણ કરી ને રાખ્યા છે જે સામે આવતા હાલનો મનુસ્ય વિચારતો થઈ જાય છે. આપણે અવાર નવાર અનેક એવા બનાવ જોયા છે કે જે આપણ ને સ્તબ્ધ કરી દે છે.
હાલમાં આવોજ એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં એક વ્યક્તિ ને જમીન ખોદતા એવી વસ્તુ મળી કે જોઈને લોકો ચોકી ગયા આ ઘટના તેલંગાણાના જનગાંવ જિલ્લાની પેમ્બાર્થી ની છે અહીં ના એક ખેડૂત નરસિંહએ એક મહિના પહેલા 11 એકર જમીન ખરીદી હતી અને તે તેના લેવલિંગનુ કામ ચાલી રહ્યું હતું.
આ સમયે જમીનના ખોદકામ દરમિયાન જમીનમાંથી સોનાથી ભરેલો માટલું મળી આવ્યું. જેમાં લગભગ 5 કિલો સોનાના કિંમતી ઘરેણાં હતા કે જેની કિંમત લગભગ 2 કરોડ રૂપિયા છે. જો વાત આ ખજાના અંગે કરીએ તો તેમાં 22 સોનાની બુટ્ટી ઉપરાંત 51 ગુંદેલુ, 11 પુસ્ટેલુ અને 13 ગ્રામ નાગા પડીગેલુ, 24 ગ્રામની નાની સોનાની સળિયા અને 26 ચાંદીની લાકડીઓ સાથો સાથ 5 ચેન અને 21 ચાંદીની વીંટી, 42 ગ્રામ વજનની 37 અન્ય ચાંદીની વસ્તુઓ મળી આવી હતી. ઉપરાંત 7 રૂબી અને 1 કિલો 200 ગ્રામ તાંબાનો ભઠ્ઠી મળી આવ્યો હતો.
આ અંગે પ્રસાશન ને જાણ કરતા હાલ ખજાના ની તપાસ થઈ રહી છે હાલમાં મળતી માહિતી અનુસાર એવું માનવામાં આવે છે કે આ ખજાનો કાકતિયા વંશનો છે. વારંગલ કાકટિયા રાજ્યની રાજધાની હતી. જાનગાંવ અગાઉ વારંગલનો એક ભાગ હતો અને તાજેતરમાં તેને અલગ જિલ્લો બનાવવામાં આવ્યો છે.