Entertainment

બૉલીવુડ જગતમાં છવાય ગયો સન્નાટો!! આ દિગ્ગજ ફિલ્મ નિર્માતાનું થયું નિધન, બોડીગાર્ડ ફિલ્મ…

Spread the love

પોપ્યુલર મલયાલમ ફિલ્મ નિર્માતા સિદ્દીકી નું 8 ઓગસ્ટ   2023 ના રોજ નિધન થયું. એનાથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને મોટો ઝટકો લાગ્યો છે. તેઓ માત્ર 63 વર્ષના હતા. સિદ્દીકી ને 7 ઓગસ્ટ 2023 ના રોજ હાર્ટ અટેક આવ્યા બાદ હોસ્પિટલ માં ભરતી કરવામાં આવ્યા હતા અને કોચ્ચી ના એક હોસ્પિટલમાં તેમની હાલત ગંભીર બાઈ ગઈ હતી. કથિત રીતે કાર્ડિયક અરેસ્ટ થી પીડિત થયા બાદ સિદ્દીકી ની હાલત ખરાબ થઇ ગઈ અને તેમને ECMO ( એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજનેશન ) પર રાખવામાં આવ્યા હતા.

રિપોર્ટમાં એ પણ દાવો કરવામાં આવ્યો છે કે તેમની લીવર સબંધિત સમસ્યાઓ અને નિમોનિયા ની સારવાર ચાલી રહી હતી. કથિત રીતે તેમને વેન્ટિલેટર સપોર્ટ માં રાખવામાં આવ્યા હતા. જેના બાદ તેમનું અવસાન થયું હતું.સિદ્દીકી એ મલયાલમ સિનેમા માં પોતાના મિત્ર લાલ ની સાથે સહાયક નિર્દેશક ના રૂપમાં એન્ટ્રી કરી હતી, તેમને 1983 મા અનુભવી ફિલ્મ નિર્માતા ફાઝીલ ની સાથે કામ કર્યું.

બંને એ ઇન્ડસ્ટ્રી માં થોડી ફિલ્મો પણ આપી. તેમને રામજીરાવ સ્પીકિંગ, ઈન હરિહર નગર, ગોડફાધર અને વિયાતનામ કોલોની જેવી ફિલ્મો ને ડાયરેક્ટ કરી છે. સિદ્દીકી એ મલયાલમ સિવાય તમિલ, તેલુગુ અને હિન્દી ફિલ્મો ને પણ નિદેશન કર્યું હતું. તેમને સલમાન ખાન ની ફિલ્મ ‘ બોડીગાર્ડ ‘ નું નિર્દેશન કર્યું હતું જેમાં કરીના કપૂર પણ હતી. સિદ્દીકી ની છેલલી ફિલ્મ ‘બિગ બ્રધર્સ ‘ હતી જે 2020 માં રિલીઝ થઇ હતી.

આ ફિલ્મ માં અરબાઝ ખાન, અનુપ મેનન , વિષ્ણુ ઉન્નીકૃષ્ણમ , સરજાનો ખાલિદ, હનિ રોજ, મીના મેનન , ચેતન હંસરાજ, સિદ્દીકી અને ટીની ટોંર્મ ની સાથે મોહનલાલ મુખ્ય ભૂમિકામાં હતા. સિદ્દીકી ના પરિવારમાં તેમની પત્ની સજિતા અને તેમની ત્રણ દીકરી સુમાયા, સારા અને સુકુન છે. સિદ્દીકી ના અવસાન બાદ તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.તેમના અંતિમ સંસ્કાર 8 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવ્યા જેની પહેલા તેમના પાર્થિવ શરીર ને સવાર થી બપોર સુધી એક ઈન્ડોર સ્ટેડિયમ માં શ્રદ્ધાંજલિ આપવા માટે રાખવામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *