દેશ ને અખંડ બનાવનારા લોખંડી પુરુષ ના જીવન સાથે જોડાયેલ આ જગ્યા હાલ છે સાવ આવી હાલત માં અહીં…..

મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ આપણે સૌ આ નામથી પરિચિત છે. સરદાર વલ્લભભાઈ પટેલ દેશના એક ખુબ જ મોટા ક્રાંતિકારીઓ અને આઝાદીની લડતમાં સૌથી મોટું નામ હતા. આઝાદી સમયે દેશ અનેક નાના-મોટા રાજા અને રજવાડાઓમાં વહેંચાયેલું હતો. તેવામાં દેશના એકીકરણની કામગીરી સરદાર વલ્લભભાઈ પટેલને સોંપવામાં આવી હતી.

આવી મુશ્કેલ કામગીરીને સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના સાથીઓ સાથે ખૂબ જ સરળતાથી બજાવી અને દેશને અખંડીતતા પ્રદાન કરી સરદાર વલ્લભભાઈ પટેલની કારણ આજે ભારત દેશ અખંડ છે. સદર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ દેશના લોકપ્રિય નેતાઓ પૈકી એક હતા. તેમના નામ સાંભળતા માત્રથી જ અંગ્રેજો કાપી ઉઠતા હતા આઝાદી માં સરદાર વલ્લભભાઈ પટેલનો ફાળો ઘણો જ અમૂલ્ય છે. તે આપણે સૌ જાણીએ છીએ. તેને કારણે જ દર વખતે સરકાર અને લોકો સરદાર ની જન્મ જયંતી ખુબજ ધૂમધામથી ઊજવાય છે.

તેમના સન્માનમાં હમણાં જ તે ગુજરાતમાં તેમની ઘણી જ મોટી પ્રતિમા પણ સ્થાપિત કરવામાં આવી હતી. પરંતુ આપણે આજે એક એવા સ્થળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સ્થળ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન સાથે સંકળાયેલું છે અને એક મહત્વનો ભાગ છે પરંતુ આ સ્થળ હાલ જે હાલતમાં છે તે જોતાં આપણને ઘણું જ દુઃખ થાય છે ચાલો આપણે આ સ્થળની મુલાકાત લઇએ.

મિત્રો આપણે આજે અમદાવાદના ભદ્રમાં આવેલું સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવન વિશે વાત કરવાની છે. આ ભવન વર્ષ 1917 થી વર્ષ 1928 સુધીના સમયગાળામા સરદાર પટેલનું નિવાસસ્થાન હતું. તમને જણાવી દઈએ કે આ જગ્યા સરદાર પટેલ ને લોકસભાના પ્રથમ અધ્યક્ષ એવા ગણેશ માવળંકરે આપી હતી. જ્યારે આ જગ્યા તેમને આપવામાં આવી હતી ત્યારે તેઓ વકીલત ની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલના નિધન પછી આ નિવાસસ્થાનની સંભાળ તેમના પુત્રી મણિબેન પટેલ દ્વારા લેવાતી હતી.

પણ માણીબહેન નું પણ અવસાન 1990માં થઈ ગયું તેમના અવસાન પછી આ સ્મારક ભવનની સંભાળ અંગે ની જવાબદારી ‘સરદાર પટેલ મેમોરીયલ ટ્રસ્ટ’ના માથે આવી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ સ્મારક નું ઉદઘાટન ચીમનભાઈ પટેલ દ્વારા 1990 માં કરવામાં આવ્યું હતું. આ સમયે દિનશા પટેલ, કેશુભાઈ પટેલ, કરશનભાઈ પટેલ, બાલુભાઈ પટેલ આ સંસ્થા ના ટ્રસ્ટીઓ હતા. તે સમય થી લઇ ને આજના સમય સુધી આ સ્મારક ભવનનું અનેક વખત સમારકામ કરાવામા આવ્યું છે જો કે નાણાંની કટોકટીને કારણે જોઈએ તેવી આ સ્મારકની સારસંભાળ લેવામાં સતાધિસો ને નિષ્ફળ મળી છે.

અમુક સમય પહેલા આહિ એક લાઈબ્રેરી હતી. પરંતુ ટ્રસ્ટ ની નિષ્ફળતા ના કારણે આ લાઈબ્રેરીને બંધ કરી દેવામા આવી હતી. જેને કારણે હવે અહીં સરદાર પટેલ સાથે જોડાયેલી કેટલીક યાદો ઉપરાંત તેઓના કાર્યો ને લાગતી અનેક તસ્વીર અહીં મૂકવામાં આવી છે.

પરંતુ અહીં ની તસવીરો વર્ષો જૂની હોવાથી આ તસવીરોની હાલત નબળી થઈ ગઈ છે. જોકે અહીંના સ્મારક ભવનમાં આવેલા બેઠક કક્ષની જગ્યાએ શૌચાલય બનાવવામાં આવ્યું છે. હાલના સમય માં આ સ્મારક ની સાર સંભાળ માટે થતા ખર્ચ ને પહોંચી વાળવા આ સ્મારક ભવનની ઉપર આવેલા ખંડને ભાડે આપવામાં આવે છે.

આ ખાંડ નો ઉપયોગ પ્રાર્થના સભા ઉપરાંત અભ્યાસ શિબિર અને વાર્ષિક સભા કે સાંસ્કૃતિ કાર્યક્રમો માટે કરવામાં આવે છે અને આવા કાર્યક્રમો માટે તો માત્ર 500 રૂપિયા થી 3000 રૂપિયા ના નજીવા ભાડા છે. આ ઉપરાંત અહીંની ખાલી પડેલી ફળીયા ની જગ્યાને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને પાર્કિંગ માટે ભાડે અપાયેલ છે. આજના સમય માં આ ટ્રસ્ટ પાસે આ સ્મારકની સંભાળ માટે આ બે જ આવક ના મુખ્ય સ્ત્રોત છે. જોકે અમદાવાદના મેયર દ્વારા આ સ્મારકની સંભાળ લેવાના હેતુથી થોડા સમય પહેલા આ ટ્રસ્ટને પત્ર પણ લખવામાં આવ્યો હતો, પરંતુ ટ્રસ્ટ દ્વારા તેમને કોઈ જવાબ મળ્યો ન હતો. તમને જાણીને દુઃખ થાશે પરંતુ આ સ્મારકની મુલાકાત મહિનામાં માંડ 40 થી 50 જેટલા લોકો લેતા હશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *