10-વર્ષ બાદ થઇ સજા. પત્ની-દીકરી ની હત્યા કરનાર આરોપી SRP જવાને લાશ ના 21-ટુકડા કર્યા તે ટુકડા, જાણો વિગતે.
ગુજરાતમાંથી રોજબરોજ હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ ખૂબ સામે આવે છે. પરંતુ 8 જાન્યુઆરી 2023 ના રોજ દસ વર્ષ જૂના કેસનો ચુકાદો આવતા હત્યારા પતિ ને આજીવન કેદ ની સજા ફટકારવામાં આવી છે. વધુ વિગતે વાત કરીએ તો દસ વર્ષ પહેલા તારીખ 12 ફેબ્રુઆરી 2013 ના રોજ ભિલોડા તાલુકાના રામનગર ખાતે અશોકભાઈ પટેલ તેમનું ટ્રેક્ટર લઈને ખેતરે જતા હતા. તે દરમિયાન તેને ખેતરની બાજુમાં આવેલા કૂવામાંથી દુર્ગંધ આવતા તેને તેમાં જોયું તો એક પ્લાસ્ટિકનો મોટું બેરલ તરતું હતું.
જે બાદ તેને પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને આખી ઘટના જોઈ તો તેમાંથી માનવ શરીરના 21 ટુકડા મળી આવ્યા હતા. આ ઘટનામાં આરોપી પતિ અરવિંદ ને આજીવન કેદની સજા કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આરોપી અરવિંદ કે જે SRPમાં ASI તરીકે ફરજ બજાવતો હતો. આરોપી અરવિંદના બે લગ્ન થયા હતા. તેના બીજા લગ્ન હસુમતી બહેન સાથે થયા હતા. અરવિંદ ની પહેલી પત્ની વાંકાનેરના છાપરા ખાતે રહેતી હતી.
તેને ત્રણ સંતાન હતા. જે આર્મી અને પોલીસમાં તથા મિકેનિકલ એન્જિનિયર થયા હતા. તો હસુમતી બહેન કે જે અરવિંદની બીજી પત્ની છે. તેઓ ગાંધીનગર ખાતે અરવિંદ સાથે રહેતા હતા. જાણવા મળ્યું હતું કે અરવિંદની પહેલી પત્ની થી થયેલા દીકરાના લગ્ન હોય અરવિંદ ની બીજી પત્ની હસુમતી બહેનને ત્યાં લગ્નમાં જવું હતું. પરંતુ બંને વચ્ચે લગ્નમાં જવા બાબતે ઉગ્ર ઝઘડો થયો.
અને અરવિંદ એ તેની પત્ની હસુમતી બહેનને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના તેની દીકરી ભારતી એ જોઈ લેતા અરવિંદે તેની દીકરીને પણ મોતને ઘાટ ઉતારી દીધી હતી. જે બાદ તેની બંનેના લાશના ટુકડા કર્યા અને પ્લાસ્ટિકની બેરલમાં ભરીને તેની ઉપર કપડા, ચાદર, સ્વેટર વગેરે ભરી દીધા હતા અને તમામ સામાન ગાંધીનગરથી પોતાના ભિલોડા ખાતે ના ઘરે લઈ ગયો હતો.
અને ત્યારબાદ ત્રણ મિત્રોની મદદથી ડેમની નજીક આવેલા કૂવામાં તેનો નિકાલ કરી દીધો હતો. અરવિંદ કે જે SRP માં નોકરી કરતા હોવાથી તેનું મનોબળ ખૂબ જ મજબૂત હતું. તે પોતાનો ગુનો કબૂલ કરવા તૈયાર પણ ન હતો. પરંતુ અંતે ભાંગી પડીને તેને પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!