ધ્રુજાવતો અકસ્માત ! બાળકો ની સ્કૂલ વાન ને એક કારે ભયંકર ટક્કર મારતા સ્કૂલ વાન 30-40 ફૂટ દૂર ફંગોળાઈ.. જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાંથી અનેક એવા અકસ્માતના કેસો સામે આવતા હોય છે. જેમાં અનેક લોકો મૃત્યુ પામતા હોય છે. તો અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થતા હોય છે. ગુજરાતમાંથી જ આવા અનેક અકસ્માત ના કેસો સામે આવતા હોય છે. ફરી એક એવો કેસ સામે આવ્યો છે. જેમાં એક સ્કૂલે જતી વાનને એક કારે ટક્કર મારી દેતા સ્કૂલમાં બેસેલા સાતથી દસ બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
વધુ વિગતે જાણીએ તો આ એક્સિડન્ટની ખતરનાક ઘટના સુરત શહેરના અલથાણ વિસ્તારમાં બની છે. જ્યાં એક સ્કૂલ વાનને ભયંકર રીતે અકસ્માત નડ્યો હતો. જેમાં એક વિદ્યાર્થીનીને ગંભીર રીતે ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઘટના જ્યારે બની ત્યારે સ્કૂલ વાનમાં સાતથી દસ બાળકો બેસેલા હતા. જેમાં એક પુરપાટ ઝડપે આવી રહેલી કારે સ્કૂલ વાનને અચાનક અડફેટે લેતા સ્કૂલવાન 30 થી 40 ફૂટ ફૂંગોળાઈ.
અને પલટી મારી જતા તેમાં સવાર 7-10 બાળકો અકસ્માતનો ભોગ બન્યા હતા. આ બાળકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ આખી ઘટના ત્યાં લાગેલા નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. તે આ ઘટના બનતા ની સાથે જ આજુબાજુના લોકો બાળકોને મદદ માટે તોડી આવ્યા હતા.
View this post on Instagram
તો પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં તાત્કાલિક ના ધોરણ પહોંચી તેના આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ સદભાગે આમાં કોઈ લોકોના મોતના સમાચાર સામે આવ્યા નથી. પરંતુ આ ઘટના નો ભોગ નાના બાળકો બનતા આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ લોકોએ દેખાવ કર્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!