ભોજન માં ઊંઘ ની દવા ભેળવી સાસરિયા વાળા ને બેભાન કરીને યુવતી એ જે કાંડ કર્યો તે સાંભળી ને ધ્રુજી જશે.
આપણા સમાજમાંથી લૂંટ અને ચોરીના અનેક બનાવો સામે આવતા હોય છે. આપણા સમાજમાં ખાસ કરીને લોકોના લગ્ન ન થતા હોય તો કોઈ અજાણી કે બીજા રાજ્યમાંથી કોઈ કન્યા લઈ આવીને તેની સાથે લગ્ન કરવામાં આવતા હોય છે. ક્યારેક આવી કન્યા લગ્ન કરીને ઘરે આવે છે ત્યારબાદ સાસરિયાવાળાને મોટો ચુનો લગાવીને ભાગી જતી હોય છે. એટલે કે સાસરિયાવાળા ના ઘરમાંથી ચોરી લૂંટફાટ કરીને ભાગી જતી હોય છે.
એવી જ એક ઘટના હાલ સામે આવી છે. આ ઘટના મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી સામે આવે છે. જેમાં એક યુવકનો પરિવાર મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં રહેતો હતો. જેમાં ઓરિસ્સાની એક યુવતી સાથે આ પરિવારના યુવકની વાત ચાલી રહી હતી. ત્યારે યુવતીએ લગ્ન પહેલાં જ પરિવારને લૂંટી લીધો હતો. વધુ વિગતે જાણીએ તો આ બનાવ મધ્યપ્રદેશના સાગર જિલ્લાના બીના ના ખીમલાશા પોલીસ સ્ટેશનનો છે. જેમાં રહેતા રમવા સેન તેના પુત્ર દુર્ગેશના લગ્ન કરાવવા માટે કોઈ યુવતીની શોધમાં હતા.
ત્યારે તેના નજીકના એક કુટુંબીજને ઓરિસ્સામાં રહેતા એક પરિવારની કન્યા સાથે તેની વાત ચલાવી હતી. આ બાબતે રમવા સેનના પુત્રના ઘરે ઓરિસ્સામાં રહેતી એક યુવતી આ યુવકને જોવા આવી હતી. ત્યારબાદ થયું એવું કે ઓરિસ્સાના રહેતી પરિવારની યુવતી કાજલ નામની છોકરી આ યુવાનને ગમવા લાગી તેથી સૌ કોઈ પરિવારના સભ્યો વાતચીત માટે ભેગા થયા હતા. હજુ તો લગ્ન પણ થયા ન હતા ત્યાં યુવતીએ સાસરીયા વાળાને કહ્યું કે..
તે તમામ લોકો માટે ભોજન બનાવશે. ત્યારબાદ આ કાજલ નામની યુવતીએ તમામ લોકો માટે ભોજન બનાવ્યું. પરંતુ ભોજનમાં એવી ઊંઘ ની દવા મેળવી કે સાસરિયાવાળા લોકો 18 કલાક સુધી બેભાન અવસ્થામાં રહ્યા હતા. ત્યારબાદ સાસરીયા વાળાના બેભાન અવસ્થામાં કરીને તે ચોરી કરીને ફરાર થઈ ચૂકી હતી.
આ ઘટના બનતા પરિવારના સભ્યોએ આ બાબતે પોલીસને જાણ કરી હતી. પરિવારના સભ્યોએ આ યુવતીના હાથનું ભોજન જમ્યા બાદ 18 કલાક સુધી બેભાન અવસ્થામાં રહ્યા હતા. જ્યારે તેની આંખ ખુલી તો તે તમામ લોકો હોસ્પિટલમાં દાખલ અવસ્થામાં રહ્યા હતા. આમ આવી ઘટના સામે આવતા લોકો પણ ચોકી ઉઠ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!