ગુજરાત ના દરેક ઘર માં ફેમસ થયેલ કમા ના માતા-પિતા એ એવું કહ્યું કે સાંભળી ને રડી પડશે. નાનપણ થી જ ડોક્ટરે કમા વિષે કહ્યું હતું કે..
આપણા ગુજરાતના ડાયરા કલાકારો માત્ર ગુજરાતમાં જ નહીં. પરંતુ દેશ-વિદેશમાં જઈને ડાયરા ના પ્રોગ્રામ કરતા હોય છે. આપણા ગુજરાતના ડાયરા કલાકારોમાં ઘણા બધા કલાકારો આજે પોતાના ઉચ્ચ સ્થાન પર પહોંચી ગયા છે. આ એક લેવલ ઉપર પહોંચવામાં તે લોકોને નાનપણથી જ ઘણી બધી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. એવા એક ડાયરા ના કલાકાર છે કિર્તીદાનભાઈ ગઢવી.
હાલમાં કિર્તીદાનભાઈ ગઢવી ખૂબ જ સોશિયલ મીડિયામાં હેડલાઇન્સ બનાવે છે. કારણ કે થોડા સમય પહેલા કિર્તીદાનભાઈ ગઢવીના કાર્યક્રમમાં એક દિવ્યાંગ કમો જોવા મળ્યો હતો. કીર્તીદાનભાઈ ગઢવીના એક ગીત ઉપર કમો ઉભો થઈને નાચવા માંડ્યો હતો. આ દિવ્યાંગ વ્યક્તિ કમા ઉપર કિર્તીદાન ભાઈ ને એવી સહાનુભૂતિ થઈ કે આજે કિર્તીદાનભાઈ ગઢવી જ્યાં કાર્યક્રમ આપે છે ત્યાં કમો પણ હાજર જોવા મળે છે. અને કમો પણ આજે ગુજરાતના હર ઘરમાં પ્રખ્યાત થઈ ચૂકેલો છે. કમા વિશે જાણીએ તો…
પહેલીવાર જ્યારે કિર્તીદાનભાઈ ગઢવીએ કમાને જોયો હતો. ત્યારે તેને 2000 ની નોટ પણ આપી હતી. ત્યારે કિર્તીદાનભાઈ ગઢવી આ દિવ્યાંગ વ્યક્તિનું નામ પૂછ્યું હતું. ત્યારે લોકોએ કહ્યું હતું કમો ત્યારથી આ કમાભાઈ જાણીતા બની ગયા છે. આજે દરેક જગ્યાએ ગુજરાતમાં લોકડાયરો અને કલાકાર હોય ત્યાં આ કમાભાઈ હાજરી આપવા પહોંચી જાય છે. જ્યારથી કીર્તિદાનભાઈ ગઢવી તેનો હાથ પકડ્યો ત્યારથી કમાભાઈ નું જીવન આખું બદલાઈ ગયું. હવે તે જ્યા પણ આવે છે ત્યારે પોતાની સાથે ચાર ચાર બોડીગાર્ડ રાખે છે.
કમાભાઈ નું મૂળ વતન સુરેન્દ્રનગર જીલ્લાનું કોઠારીયા ગામ છે. કમાભાઈ ને જે પણ રૂપિયા મળે છે તે રૂપિયા કમાભાઈ પોતાના ગામમાં આવેલી ગૌશાળામાં દાનમાં આપી દે છે. કમાભાઈ ના માતા પિતા પાસેથી એક વિશેષ વાત જાણવા મળી હતી. કમાભાઈ ના માતા પિતાએ કહ્યું હતું કે કમાભાઈ જ્યારે નાના હતા. ત્યારે જ ડોક્ટર કહ્યું હતું કે તેઓ મંદ બુદ્ધિના બાળક છે. તેઓને ભજન માં વિશેષ લાગણી જોવા મળશે. અને થયું પણ એવું જ આજે કમાભાઈ ગુજરાતના હરેક ઘરમાં જાણીતા થઈ ગયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!