આ મંદિર છે કાશ્મીરી હિંદુ માટે આસ્થાનું કેન્દ્ર! જાણો મંદિર અંગે ખાસ અને રહસ્યમય વાતો પરંતુ કશ્મીરમાં હોવા છતાં પણ આજે કોઈ..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ ભગવાન અને સંતો ની ભૂમિ છે આપણે સૌ જાણીએ છીએ કે અહી ભગવાને સમયે સમયે પોતાના માનવીય રૂપમાં આવી ને ધરતી પરથી રક્ષાસો નો નાસ કરી લોકોને નવા જીવન તરફ રાહ બતાવી છે આ રાહ પર કઈ રીતે ચાલવું તેનું જ્ઞાન ભારતીય સંતો દ્વારા આપવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે પ્રાચીન ભારત જ્ઞાન અને સમૃધી બાબતે ઘણું અગ્રેસર હતું વિશ્વનો કોઈ દેશ ભારત ને ટક્કર આપી શકતું ના હતું.
આજે પણ ભારત માં આવી અનેક જગ્યા છે કેજે ભારત ના પ્રાચીન પ્રાચીન અને સમૃદ્ધ વારશાના દર્શન કરાવે છે આવુજ એક મંદિર કશ્મીર માં પણ છે જેને લઈને હાલમાં ઘણી ચર્ચામાં થઇ રહી છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા જ દેશમાં કશ્મીર ફાઈલ્સ નામની ફિલ્મ રીલીઝ થઇ હતી જેમાં કાશ્મીરી હિંદુ સાથે થયેલ અત્યાચાર અને તેમની હત્યા તથા મહિલા ના બળાત્કાર ઉપરાંત અને અનેક બાબતો અંગે દર્શાવવામાં આવ્યું છે.
અને કઈ રીતે કાશ્મીરી હિંદુઓ ને ભાગવા પર મજબુર કર્યા છે તેની સમગ્ર વાર્તા આ ફિલ્મમાં છે જેને લઈને હવે લોકો કશ્મીર અને કાશ્મીરી હિંદુઓ વિશે જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે આપણે અહી આવાજ એક મંદિર વિશે વાત કરવાની છે કે જે કાશ્મીરી હિંદુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે અને તે પ્રાચીન રીતે તથા આધ્યાત્મિક રીતે પણ ઘણું મહત્વ ધરાવે છે તો ચાલો આપણે આ મંદિર વિશે વધુ માહિતી મેળવીએ.
જણાવી દઈએ કે આ મંદિર શિક્ષા ની દેવી શારદા ને સમર્પિત છે. આ મંદિર પાકિસ્તાન ના કબજા વાળા કશ્મીર માં મુજફ્ફરા બાદથી ૧૪૦ કિમી ઉપરાંત કુપવાડાથી ૩૦ કિમી દુર નિયંત્રણ રેખા પાસે આવેલ નીલમ નર્ગી પાસે આવેલ છે. આ મંદિર આશરે ૫ હજાર કરતા પણ વધુ વર્ષો જુનું છે, આ મંદિર ની ગણના શક્તિપીઠ માં કરવામાં આવે છે. જણાવી દઈએ કે પ્રાચીન સમયમાં આ મંદિર શિક્ષા નું કેન્દ્ર હતું. મંદિર ની સ્થાપના મહારાજ અશોક દ્વારા ઇસ વીશન પૂર્વે ૨૩૭ માં થઇ હોવાનું માનવામાં આવે છે.
આ મંદિર કાશ્મીરી હિંન્દુઓ માટે ખાસ મહત્વનું છે અહી અનેક લોકો દર્શને આવતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી મંદિર ની સારસંભાળ લેવામાં આવી નથી ઉપરાંત છેલ્લા ૭૦ વર્ષથી મંદિરમાં પૂજા પણ કરવામાં આવી નથી જેના કારણે આ મંદિર ને લઈને જયારે પણ વાત આવે ત્યારે દરેક કાશ્મીરી પંડિત ના આંખમાં આંસુ આવી જાય છે. જો વાત મંદિર ના પ્રાચીન સમય અંગે કરીએ તો કહેવાય છે કે આ મંદિર શક્તિ સંપ્રદાઈ નું પહેલું તીર્થ સ્થળ છે. અહી જ પહેલી વખત દેવીની પૂજા કરવામાં આવી હતી.
માનવામાં આવે છે કે જયારે ભગવાન શિવ દ્વારા માતા સતી ના દેહ ત્યાગ બાદ તેમના શબને લઈને જયારે તાંડવ કરી રહ્યા હતા ત્યારે માતાનો જમણો હાથ અહી પડ્યો હતો. આ મંદિર ને ત્રણ શક્તિ નું સંગમ માનવામાં આવે છે જેમાં માતા શારદા કે જેઓ શિક્ષાન દેવી છે માતા સરસ્વતી કે જેઓ જ્ઞાનના દેવી છે અને માતા વાગ્દેવી કે જેઓ વાણી ના દેવી છે. જણાવી દઈએ કે એવી પણ માન્યતા છે કે શૈવ સંપ્રદાય ના જનક એવા શક્રચાર્ય અને રામાનુજાચાર્ય અહી આવીને જ અનેક શક્તિ મેળવી હતી