‘યે રિશ્તા ક્યાં કેહલાતા હૈ’ ની ફેમ અભિનેત્રી એવી શિવાંગી જોશી કરી રહી છે આ અભિનેતા ડેટ ? જુઓ કોણ છે આ અભિનેતા ને શું કરે છે?
સ્ટાર પલ્સ પર ચાલતી આવતી ‘યે રિશ્તા ક્યાં કહેલાતા હૈ’ સિરિયલ એક સમયે લોકોના દિલો પર રાજ કરતી હતી, હાલના સમયમાં આ શોનો ક્રેઝ તો થોડો ઓછો થઇ ચુક્યો છે પરંતુ આ ટીવી શો સાવ બંધ થવાના આરા પર તો નથી જ. હાલ તો આ સીરિયલના કલાકરોમાં બદલાવ આવી ચુક્યો છે પરંતુ તમે જુના એપિસોડમાં નાયરા વિશે તો જાણતા જ હશો જેનો રોલ શિવાંગી જોશીએ ખુબ સારી રીતે નિભાવ્યો હતો. નાયરાને આ ટીવી શોથી લોકોનો ઘણો પ્રેમ પ્રાપ્ત થયો હતો અને દર્શકો તેને સારી રીતે ઓળખવા લાગ્યા હતા.
શિવાંગી જોશી એટલી બધી સુંદર અને ક્યૂટ છે કે ઘણા બધા દર્શકોની તે હાલ ક્રશ બની ચુકી છે. આ અભિનેત્રી રિયાલીટી શો એવા ‘ખતરો કે ખિલાડી’ માં પ્રતિભાગીના રૂપમાં નજર આવી હતી જે બાદ કલર્સની સૌથી ફેમસ ટીવી સિરિયલ ‘બાલિકા વધુ 2’ માં શિવાંગી જોશી નજરે પડી હતી. હાલ આ અભિનેત્રીને લઈને જ એક વાત ઘણી ચર્ચિત થઇ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ વાતે જાણે તહેલકો મચાવી દીધો હોય તેવું લાગી રહ્યું છે.
જણાવી દઈએ કે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર શિવાંગી જોશીના અફેરની અનેક અફવાઓ ઉડી રહી છે હવે આ અફવામાં કેટલું સત્ય છે તે કોઈ જાણતું નથી પરંતુ શિવાંગી જોશીનું રણદીપ રાય સાથે અફેર ચાલી રહ્યું હોવાની વાત હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાય રહી છે, એટલું જ નહીં લોકો એવી પણ અફવા ફેલાવી રહ્યા છે કે શિવાંગી જોશી રણદીપ રાયને સિક્રેટ રીતે ડેટ કરી રહી છે. હવે આવી અફવાઓ ઉડતા અભિનેત્રીએ પણ પોતાની ચુપ્પી તોડી છે અને સોશિયલ મીડિયા યુઝરોને જવાબ આપ્યો છે.
અમુક રિપોર્ટની માનવામાં આવે તો શિવાંગી જોશીએ હાલ મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે તેના અને રણદીપ રાયના કોઈ પ્રકારે સબંધ ચાલી રહ્યા નથી.બીજી બાજુ રણદીપ રાઈનું પણ એવું નિવેદન સામે આવ્યું છે કે તે અને શિવાંગી ફક્ત સારા એવા મિત્ર છે બીજું કાંઈ જ નહીં. હવે આ વાતમાં કેટલું સાચ્ચાપણું છે તે કોઈ જાણતું નથી.