હાલ ગુજરાત માં એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. આ ઘટના એ તો આખા ગુજરાત ના લોકો ની ઊંઘ ઉડાવી દીધી છે. ફરી એકવાર ગુજરાત ના લોકો લઠ્ઠા કાંડ નો શિકાર થયા છે. બોટાદ જિલ્લા ના બરવાળા ના રોજિદ ગામે ઝેરી દારૂ ના સેવન થી ધડાધડ લોકો ના મૃત્યુ થઇ રહ્યા છે. આખી ઘટના બહાર આવતા ની સાથે જ પોલીસ તંત્ર અને હોસ્પિટલ તંત્ર દોડતું થઇ ગયું છે. પોલીસે આ ઘટના બાદ તાત્કાલિક કાર્યવાહી કરતા આરોપી જયેશ ની ધરપકડ કરી લીધી છે.
આરોપી જયેશ ના જણાવ્યા મુજબ તેણે 600 લીટર કેમિકલ દારૂ બનાવવા માટે કેમિકલ પૂરું પાડ્યું હતું. જયેશ ની કડી મેળવીને પોલીસ તંત્ર એકપછી એક આરોપી ઓ ને કબ્જા માં લઇ રહી છે. એકતરફ પોલીસ આરોપી ની ધરપકડ કરી રહી છે તો બીજી તરફ આખુંય ગામ મૃતકો ના આઘાત થી હીબકે ચડ્યું છે. અત્યાર સુધી માં 29-લોકો ના મૃત્યુ ના સમાચાર આવી ચુક્યા છે. રોજિદ સહિત આજુબાજુ ના ગામો માં પરિવાર જનો ના મૃત્યુ થી લોકો ભારે આક્રંદ સાથે રડી રહ્યા છે.
વહેલી સવારે આખા ગામમાં આઘાત જન્ય દ્રશ્યો નુ સર્જન થયું હતું. વહેલી સવારે એક ટ્રેક્ટર માં એકસાથે 5-5 લોકો ના મૃતદેહો એકસાથે અંતિમ યાત્રા એ કાઢવામાં આવ્યા હતા. મૃત્યુ પામનાર 15-લોકો બરવાળા અને 9-લોકો ધંધુકા ના રહેવાસી બહાર આવ્યું છે. રાત્રે જ રોજિદ ગામમાં પોલીસ ના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે. ઘણા ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ગામમાં આવેલા સ્મશાન માં માત્ર બે જ ચિતા હોવાથી અન્ય મૃતદેહો ને જમીન પર રાખીને અંગ્નિદાહ દેવામાં આવી રહ્યો છે. બોટાદ એસપી કરણરાજ વાઘેલા, અમદાવાદ SOG, DySP, પ્રાંત મામલતદાર, સહિતનો મસમોટો કાફલો તપાસમાં પહોંચ્યો. ચોકડી ગામમાં જઈ કોણ કોણ દારૂ વહેંચવા અને બનાવવાની પ્રવૃત્તિ કરે છે, તેને લઈ માહિતી એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ અને ભાવનગર સહીત બોટાદ માં ઘણા દર્દીઓ ને એડમિટ કરવામાં આવ્યા છે. અમદાવાદ માં હોસ્પિટલ ના તંત્ર ને ખડેપગે કરી દેવામાં આવી રહ્યું છે. એવામાં પોલીસ તંત્ર ઠેર ઠેર દરોડા પડી ને દારૂ નું ભઠ્ઠીઓ બંધ કરાવી રહી છે. ઘટનાને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસ કરતા પોલીસ ને જાણવા મળ્યું હતું કે, અમદાવાદ જિલ્લા માંથી આ આખું કેમિકલ સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. બરવાળા પાસે આવેલા કેમિકલ દ્વારા પિન્ટુ નામના શખ્સે દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો તેમ જાણવા મળ્યું હતું. એ.ટી.એસ આ મામલે કેમિકલ સપ્લાય થી લઇ ને કોણે કોણે આ કેમિકલ વાળાઓ દારૂ તૈયાર કર્યો હતો તે બાબતે ઊંડી તપાસ આદરવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!