ધ્રુજાવનારી ઘટના! પગપાળા સંઘ અંબાજી પહોંચે તે પહેલા જ સાત લોકો પર ઇનોવા કાર ચડી જતા સાત-લોકો ના કરૂણ મૃત્યુ..
હાલમાં થોડા સમય બાદ ભાદરવી પૂર્ણિમા આવવાની હોય લોકો પગપાળા બનાસકાંઠા જિલ્લાના આવેલા તીર્થધામ એવા અંબાજીમાં દર્શન કરવા જઈ રહ્યા છે. આ સમયે આખા ગુજરાતમાંથી ઘણા એવા લોકો આ પગપાળા યાત્રામાં જોડાઈ રહ્યા છે. અને ભાદરવી પૂનમના દિવસે લોકો અંબા માના દર્શન કરીને આશીર્વાદ મેળવવા માટે જઈ રહ્યા છે. એવામાં એક દુઃખદ દુર્ઘટના સામે આવે છે. જેમાં આ પગપાળા જઈ રહેલા કેટલાક લોકોની ઉપર એક ઇનોવા કાર ચડી જતા સાત લોકોના દર્દના રીતે મૃત્યુ થયા હતા.
આ ઘટના વિગતે જાણીયે તો કાલોલ નો એક સંઘ ભાદરવી પૂનમના દિવસે મા અંબા ના દર્શન કરવા નો લાહવો મળે તે માટે પગપાળા રવાના થયા હતા. આ સમયે તેઓ અધ વચ્ચે કેટલાક લોકો થાક ખાવા બેઠ્યાં હતા તો કેટલાક લોકો આગળ યાત્રામાં વધી ગયા હતા. આ સમયે અમુક પદયાત્રીઓ રસ્તામાં આરામ કરવા બેસ્યા હોય ત્યાં એક પૂરપાટ ઝડપે ઇનોવા કાર આવી અને ટોલ બુથના પિલ્લોર સાથે અથડાય અને જેમાં સાત પદયાત્રીઓના દર્દનાક મૃત્યુ નીપજયા હતા. જ્યારે નવ પદયાત્રીઓ સખત રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
આમાં જાણવા મળ્યું હતું કે આ ઇનોવા નો ડ્રાઇવર સતત 20 કલાકથી કાર ચલાવી રહ્યો હતો. અને તે પૂણે થી ઉદયપુર જઈ રહ્યો હતો. માટે 20 કલાક સતત કાર ચલાવવાના કારણે તેને ઊંઘ મળી ન હોવાથી તેને સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને ટોલ બૂથ નજીક આ સાત પદયાત્રીઓના કચરી નાખ્યા હતા. આ પદયાત્રીઓમાં અલાલી ગામના બે યુવકોના મૃત્યુ નીપજ્યા હતા. આ બંને યુવક અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ તે લોકો મૃત્યુ ને ભેટીયા હતા.
આ બંને યુવાનો છેલ્લા દસ વર્ષથી ભાદરવી પૂનમ ને માં અંબાજીના દર્શન કરવા પગપાળા જતા હતા. આમ આ બનાવ બનતા આખા ગામમાં ખૂબ જ અ રેરાટીનો માહોલ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટના પહેલા આ પગ દયાત્રીઓએ પોતાની સેલ્ફી પણ લીધી હતી. તે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે. જ્યારે આ લોકોએ પદયાત્રા શરૂ કરી હતી ત્યારે એક પત્રિકા પણ છપાવી હતી જે પત્રિકામાં છેલ્લી બે લાઈન એવી લખેલી છે કે જેને વાંચતા તમે પણ રડી પડશો. જેમાં લખ્યું છે કે, એટલી સુંદર યાત્રા કરો કે જિંદગીનો અંત મૃત્યુ જ હોય તો ખુદ માતાજીને પણ શરમ લાગે કે એની સોનેરી જિંદગી કેમ છીનવી લીધી. આમ પદયાત્રામાં આ દુર્ઘટના બનતા આખું ગામ હીબકે ચડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!