ReligiousGujarat

જાણો શુ છે સુરાપુરા ધામ ભોળાદ નો ઈતિહાસ ??? દાદા એ ખુબ જણાવ્યુ કે કેવી રીતે નોકરી કરતા સાથે ધર્મકાર્ય….જુઓ વિડીઓ

Spread the love

શ્રી સુરાપુરા દાદા ભાળોદ ( shree surapuara dada) અનેક શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું અનેરું સ્થાન બન્યું છે. સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી થાય છે.  આજે ગુજરાતના (Gujarat) ખુણે ખુણે થી અઢારે વરણ ના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈપણ લીધા વગર અને નિ:સ્વાર્થ પણે શ્રી દાનભા બાપુન નિમિત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે.

આજે અમે આપને જણાવીશું કે આખરે શ્રી સુરાપુરા દાદાના ધામનો ઇતિહાસ શું છે અને શ્રી દાનભા બાપુ એ ધર્મકાર્યની શું વાતો જણાવીશું, જે તેમણે એક ઇન્ટરવ્યુમાં જણાવેલ છે. ખરેખર આજે દાનભા ભુવાજી અનેક ભાવિભક્તો દુઃખો દૂર કરીને લોકોનું જીવન (life) કલ્યાણકારી બનાવી રહ્યા છે, તેનાથી વિશેષ વાત એ છે કે સૌ જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌના કામ કરે છે.

દાનભા ભુવાજીએ અમૃતભક્તિમાં આપેલ ઇનરવ્યુમાં શ્રી સુરાપુરા દાદાનો ઇતિહાસ વિશે જણાવેલ જે અમે આપને સંક્ષિપ્તમાં જણાવીએ. વર્ષ 2016મા અમારા ગામમાં એક શિક્ષિત વ્યક્તિ આવેલ. સુરાપુરા દાદાએ એ વ્યક્તિના સપનામાં તે જે સ્થાન પર હતા એ મારગ દેખાડ્યો. દેવી પૂજકના મકાનો હતા તેની આગળ દાદાની ખાંભીઓ છે.

દાનભા ભુવાજીએ જણાવેલ કે, જો આ સત્ય ન હોય તો આવો શિક્ષિત વ્યક્તિ ક્યારેય ગામમાં રહ્યો ન હોય અને જો દાદા એને જગાડી શકતા હોય તો નક્કી આ કોઈ અપાર શક્તિ છે.જેથી દાનભા બાપુએ મનોમન નક્કી કર્યું કે જે હોય તે પણ આ આપણા પૂર્વજ તો છે. હવે આપણે તેનું ભજન કરવુ. ભજન એટલે કે નોકરી ધંધા છોડીને અહીંયા પડી રહેવું એવું નહીં પણ આપણે ખરેખર એમને યાદ કરીએ કે તમે અમારા હોય અને જગતનું કલ્યાણ કરવા આવ્યાં હોય તો કોઈ એવી વ્યક્તિને પસંદ કરજો જે તમારી મારફત લોકોનું કામ કરી શકે.

શૂરવીર શ્રી રાજાજી દાદા અને શૂરવીર શ્રી તેજાજી દદાની ખાંભીએ દાનભા બાપુ નિત્ય માથું ટેકવવા જતા અને તેમણે દાદાને પ્રાર્થના કરી કે દાદા કોઈ એવું સ્થાન પસંદ કરો જ્યાં કોઈ શાંત વાતાવરણ હોય કારણ કે દાદા જે સ્થાન પર હતા તે વસવાટવાળો હતો અને આ કારણે દાદા પ્રમાણ આપીને પોતાનું નવું સ્થાન પસંદ કર્યું અને સ્થાપના સમયે દાદાએ જણાવેલ કે આ સ્થાને આવું વ્યક્તિ આવશે, લાખો શ્રદ્ધાળુઓની આવશે અને લોકોના કામ થશે અને ત્રણ ટાઇમ લોકો જમશે. દાદાના આ વચનો આજે સત્ય થયા છે.

આ ઇન્ટવ્યૂમાં દાદાને સવાલ પૂછવામાં આવ્યો હતો કે કરોડપતિઓ પણ તમારા ભક્તો તો છે, તો તમે કાઈ વસ્તુ અપનાવતા કેમ નથી? શ્રી  દાનભા ભુવાજીએ ખૂબ જ સરસ જવાબ આપતા કહ્યું કે ધર્મના કાર્ય માટે દાદાએ પ્રાણ ન્યોછાવર કર્યા છે અને આ ધર્મનું સ્થાન છે. હું નોકરી (job)કરું એ મારું કર્મ છે અને હું આ કે કાર્ય કરું એ ધર્મકાર્ય છે અને ધર્મના કાર્યમાં હું પૈસા ન કમાઈ શકું. હું જે કામ કરૂં છું તેમાંથી મારું બધું પુરુ થઈ જાય છે અને મને બીજી કોઈ વસ્તુની ઈચ્છા જ નથી અને આ ધામ જ મારું ઘર છે. ખરેખર શ્રી સુરાપુરા દાદાનું આ ધામ અંધશ્રધ્ધાનું નહિ પણ આસ્થાનું ધામ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *