વિચલિત કરતી ઘટના ભાઈ બહેનનો સંબંધ લજ્જાણો! આ નાના કારણે બહેને ભાઈ અને માસુમ ભત્રીજીની કરી હતી હત્યા કોર્ટે…
મિત્રો આપણે સૌ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં હત્યાના બનાવો અંગે જોતા અને સંભાળતા આવ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે લોકોમાં જાણે સહન શક્તિ કે સમજ શક્તિ પૂરી થઇ ગઈ હોઈ તેમ હવે માણસ માણસાઈ ભૂલતો જાય છે અને ફક્ત પોતાના અહમ કે સ્વાર્થ ને સંતોષવા માટે રાક્ષસની જેમ અન્ય ની જીવ પણ લઇ લે છે. હત્યાના આવા બનાવી સમાજ માટે ખરેખર આઘાત જનક અને ખતરા સમાન છે કે જ્યાં અમુક એવા પણ હત્યા ના બનાવો સામે આવે છે કે જેમાં સંબંધો પણ લજવાય છે. આપણે અહી આવાજ એક વિચલિત કરતા બનાવ વિશે વાત કરવાની છે.
આ ઘટના વર્ષ ૨૦૧૯ ની છે કે જ્યાં એક બહેને પોતાના ભાઈ અને ભત્રીજી ની હત્યા કરતા ચકચાર મચી ગયો હતો. જો વાત આ ઘટના અંગે કરીએ તો જણાવી દઈએ કે આ બનાવ પાટણ નો છે અહી રહેતી હત્યારી યુવતી જે જેનું નામ કિન્નરી પટેલ છે કેજે વ્યવસાયે ડેન્ટીસ્ટ છે તેણે પોતાના ભાઈ જીગર પટેલ અને માત્ર ૧૪ મહિનાની ભત્રીજી માહી પટેલ ની હત્યા કરી હતી. આ હત્યા નું કારણ માત્ર એટલું હતું કે કિન્નરી ને લાગતું હતું કે પરિવારમાં તેનો માન મોભો જળવાઈ રહ્યો નથી.
આ માટે તેણે હત્યા નો ખૂની ખેલ તૈયાર કર્યો પોતે ડેન્ટીસ્ટ હોવાથી કોઈના દાત પર સોનાની વરખ ચડાવવાનું છે તેમ કહી પોતાના સોનાના ઓળખીતા વેપારી પાસેથી ગ્લેત કરવા માટેનું કેમિકલ ની જરૂર છે તેમ કહી માણેક ચોકના સોનાના વેપારી પાસેથી પોટેશિયમ સાઈનાઈડ લઇ આવી જે બાદ ઈન્ટરનેટ પર તેમાંથી ઝેરી પદાર્થ કઈ રીતે બને તેની માહિતી મેળવી.
જે બાદ કે દિવસ કિન્નરીએ ભાઈ જીગર ને એક અલગ પ્રવાહીમાં ધતુરાનું પાણી પીવડાવી દીધું જેથી જીગર માનસિક હાલત બગડી જે બાદ કિન્નરીએ તેને પોતે તૈયાર કરેલ સાઈનાઈડ ની કેપ્સુલ આપી જેના કારણે જીગર મૃત્યુ પામ્યો જો કે હેવાનિયત નો આ ખેલ હજુ પૂરો નથી થયો ભાઈના મૃત્યુ ના પંદર દિવસ પછી પોતાની ભાભી ને પણ ધતુરા નું પાણી પીવડાવી ને બીમાર કર્યા.
જે બાદ ભાભી ને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા ત્યારે કિન્નરીએ જીગર ની ૧૪ માસની પુત્રી એટલે કે પોતાની ભત્રીજી ને પણ સાઈનાઈડ ની કેપ્શુલ આપી તેની પણ હત્યા કરી આમ કિન્નરી ને ડબલ મર્ડર ના કેશમાં આજે કોર્ટ દ્વારા દોષિત માનવામાં આવી છે અને હવે ૪ એપ્રિલ ના રોજ તેને સજા સંભળાવવામાં આવશે.