ભુવો પડવાની ઘટના માં સ્માર્ટ સીટી સુરત પણ મેદાન માં ઉતર્યું. રોડ બન્યા ને 15-20 મિનિટ થઇ ને ત્યાં જ એક કાર, જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં અત્યારે ચોમાસાએ ફરી પોતાનું જોર દેખાડ્યું છે. ભાદરવો ભરપૂર થયેલો જોવા મળે છે. આખા ગુજરાતમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં ઠેર ઠેરથી રોડ રસ્તાઓમાં પાણી ભરાવાની અનેક ઘટનાઓ સામે આવતી જોવા મળે છે. થોડા દિવસો પહેલા અમદાવાદ સિટી માંથી અનેક ભુવા પડવાની ઘટનાઓ સામે આવી હતી. એવામાં વરસાદના કારણે સ્માર્ટ સિટી સુરત પણ ભુવા પડવાના બનાવ થી પાછળ છૂટ્યું નથી.
સુરતમાં મહાનગરપાલિકાએ રાંદેર ઝૉનમાં પાલનપુરની એલપી સવાણી માર્ગ ઉપર એક ભુવો પડતાની સાથે જ એમાં એક કાર ખાબકી હતી. આ કાર જે રસ્તા પર ખાબકી હતી. તે રોડનું સમારકામ 15 મિનિટ પહેલા જ કરવામાં આવ્યું હતું. માત્ર 15 મિનિટ થઈ અને રોડમાં એક મોટો ભુવો પડી જતા અંદર કાર ખાબકતા સાથે ત્યાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. એવામાં આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો.
રોડ બન્યાને 15 થી 20 મિનિટ થતાં જ આ મોટો ભુવો પડતાની સાથે લોકોમાં ભારે રોશ ની લાગણી છવાઈ ગઈ હતી. નગરપાલિકાએ બનાવેલો આ રોડમાં આવી ઢીલીકામગીરી દેખાતા લોકો ભારે વિરોધ કરી રહ્યા હતા. અને તંત્રની આવી બેદરકારી કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા હતા. આમ ભુવા પડવાની અનેક ઘટનાઓ આપણા ગુજરાતમાં બનવી હવે સામાન્ય થઈ ચૂકી છે.
सूरत की ये तस्वीरें हैं जहा 27 सालो से #BJP का विकास है और ये गुजरात मॉडल से सूरत की जनता भी परेशान है।
क्या यही है @BJP4Gujarat का विकास मॉडल ?#Gujarat #Surat @Bhupendrapbjp @CRPaatil pic.twitter.com/xgO53ia4QX
— Jagdish Thakor (@jagdishthakormp) September 15, 2022
આખું ચોમાસુ ગયું પણ છતાં આખા ગુજરાતમાંથી એટલા બધા ભુવા પડવાના બનાવો સામે આવે છે કે જેને ગણિત પણ શકાય તેમ નથી. હવે વરસાદની સિઝન પૂરી થવાને આરે છે એમાં પણ લોકોને આવી ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો હોય લોકોમાં ભારે રોશ ની લાગણી છવાઈ ચૂકેલી જોવા મળે છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને સરકાર સામે અનેક સવાલો ઉઠાવીને પોતાનું ગુસ્સો વ્યક્ત કરતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!