India

સાઉથ ના અભિનેતા મહેશબાબુ એ બે મહિના અગાઉ માતા ને ગુમાવ્યા અને હવે એવા વ્યક્તિ નું નિધન થયું કે તે ભાંગી પડ્યા,

Spread the love

તમિલ ઇન્ડસ્ટ્રીના એક મહાન અભિનેતા સુપરસ્ટાર કૃષ્ણ ઘટ્ટામનેની નું નિધન થઈ ચૂક્યું છે. સાઉથ ના સુપરસ્ટાર મહેશ બાબુ ના પિતા એટલે કૃષ્ણ ઘટ્ટામનેની નું હાલમાં નિધન થતાં સુપર સ્ટાર મહેશબાબુ ભાંગી પડ્યા છે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કૃષ્ણ ઘટ્ટામનેની ના નિધનથી એક મોટો ઝટકો લાગેલો છે. જાણવા મળ્યું કે મહેશ બાબુ ના પિતા કૃષ્ણ ને સોમવારના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ તેમને સારવાર અર્થે હૈદરાબાદને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યારે મંગળવારે હોસ્પિટલમાં તેમનું નિધન થઈ ચૂક્યું હતું અને હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા કૃષ્ણના મૃત્યુના સમાચાર આવતા જ બોલીવુડ ઇન્ડસ્ટ્રીના ચાહકોમાં ભારત દુઃખની લાગણી ફેલાઈ ચૂકી હતી. અભિનેતા મહેશ બાબુની માતા બે મહિના પહેલા જ મૃત્યુ પામ્યા હતા અને બે મહિના બાદ અભિનેતા ના પિતા મૃત્યુ પામતા મહેશ બાબુના માથે દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. કૃષ્ણની વાત કરવામાં આવે તો તેનું નામ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ મોટું હતું.

કૃષ્ણએ પાંચ દાયકાની કારકિર્દીમાં લગભગ 350 ફિલ્મોમાં કામ કરેલું જોવા મળતું હતું. આ સાથે તેઓને પદ્મવિભૂષણથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેના અંગત જીવનની વાત કરવામાં આવે તો કૃષ્ણ ઘટ્ટામનેની એ તેનો જીવનમાં બે લગ્ન કર્યા હતા. જેમાં પ્રથમ પત્ની ઇન્દિરા અને બીજી પત્ની વિજય નિર્મલા હતા. તેમને ઇન્દિરા થી પાંચ બાળકો હતા તેમને બે પુત્ર અને ત્રણ પુત્રી છે. જેમાં એક રમેશ બાબુ અને એક મહેશ બાબુ નો સમાવેશ થાય છે. અને બંને પુત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે.

કૃષ્ણ ઘટ્ટામનેની ની પહેલી પત્ની ઇન્દિરા દેવીનું સપ્ટેમ્બર 2022 ના રોજ અવસાન થયું હતું. તો બીજી પત્ની વિજય નિર્મળાનું વર્ષ 2019 માં નિધન થયું હતું. મહેશ બાબુ ની વાત કરવામાં આવે તો તે તેના માતા અને પિતાની ખૂબ જ નજીક હતા. તે તેની સાથેના ફોટા અવારનવાર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ શેર કરતા હતા. મહેશ બાબુએ પિતા અને માતાની છત્રછાયા ગુમાવતા તે ખૂબ જ શોકમાં ગરકાવ થયેલા જોવા મળે છે. આ સાથે તેના ચાહકો પણ આ બાબતે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *