બોલો લ્યો ! આ વિદેશી યુવાન માવાના રવાડે એવો ચડ્યો કે વિડીયો જોઈને હસવું રોકી નહીં શકો…. જુવો વિડિયો
ઇન્ટરનેટ ની દુનિયામાં અવનવા વિડીયો જોવા મળતા હોવાથી ખાવા પીવાના શોખીન લોકો ફૂડના વિડીયો જોવાનું પસંદ કરતાં હોય છે અને ડાંસના સોખીન ડાન્સ અને ગીતને જોવાનું પસંદ કરતાં હોય છે આપડે આમ તો અવનવી રેસીપી બનાવતા લોકોના વિડીયો તો ઘણીવાર જોયા હશે પરંતુ અત્યારે એવો જમાનો ચાલી રહ્યો છે કે ક્યારે ઇન્ટરનેટ ની દુનિયામાં શું જોવા મલી જાય એ કોઈ કહી શકતું નથી.ત્યારે હાલમાં એક આવો જ લોકોને ચકિત કરનારો વિડીયો સામે આવી રહ્યો છે.
જેમાં માવાના શોખીન લોકોની માટે મજેદાર માવાનો વિડીયો સામે આવી રહ્યો છે સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે, ત્યારે આ વિડીયો ખાસ કરીને માવા લવરને ખુબ જ પસંદ આવશે. માવો એ ગુજરાતીઓના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. ખરેખર આજે જ્યાં જ્યાં ગુજરાતીઓ વસી રહ્યા છે, ત્યાં ગુજરાતીઓ માવાને પણ ત્યાં પોતાની સાથે લઈ જતાં હોય છે.અને વિદેશમાં પણ માવાની મોજ મેળવી લેતા હોય છે. આમ વિદેશની ધરતી પર ગુજરાતીઓએ દરેક ગુજરાતી પરંપરા અને વાનગીઓને પણ ફેમસ બનાવી દીધી છે.
અત્યારના સમયમાં વિદેશમાં ગુજરાતીઓનું પ્રભુત્વ એટલું બધી વધી ગયું છે કે તે જોતા લાગે કે વિદેશીઓ ટૂંક સમયમાં ગુજરાતી બોલતા થઇ જાય તો નવાઈ નહીં. હાલામાં સોશિયલ મીડિયામાં એક ખૂબ જ રમૂજી વિડીયો વાઇરલ થઈ રહ્યો છે જે વિડીયો જોયા બાદ લોકો પોતાની હસીને કંટ્રોલમાં કરી શક્યા નથી. વાસ્તવમાં વાઇરલ થઈ રહેલ આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક કેન્યાનો યુવાન હાથમાં માવો લઈને ચોરી રહયો છે અને ત્યારબાદ માવો પણ ખાતો નજર આવી રહ્યો છે. આ વિડીયોના કેપ્શનમાં લખ્યું છે કે, ગુજરાતીઓ ધારે તો કેન્યાવાળાને પણ માવાના રવાડે ચડાવી શકે છે.
આ વિડિયોમાં તમે સ્પસ્ત જોઈ શકો છો કે કેન્યા નો આ યુવાન હાથમાં માવો પકડીને નજર આવી રહ્યો છે અને માવા લવર ની જેમ તે પહેલા તો માવો પોતાના હાથમાં લઈને હલાવી રહ્યો છે ને ત્યાર બાદ જાણે કોઇની નજર ના હોય એમ આ માવાને હથેલીમાં હલાવતા હલાવતા જ એક ચમટી લઈને તે પોતાના મોમાં નાખી લે છે. અને ત્યાર પછી ફરીવાર હથેલીમાં માવો હળવવા લાગી જાય છે. ખરેખર આ કેન્યાના યુવાને જે રીતે માવો ખાધો તે જોઇન એ હસવું રોકી શકાતું નથી. હાલમાં તો માવા લવરને આ વિડીયો બહુ જ મોજ પડાવી રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram