Entertainment

અંબાણી પરિવારને લઈને આવ્યા ખુબ ચોકાવનારા સમાચાર!! નીતા અંબાણીએ રિલાયન્સ બોર્ડ માં રાજીનામુ આપ્યું…. હવે કોણ લેશે એનું સ્થાન?? જાણો

ભારતીય અરબપતિ મુકેશ અંબાણી બીજનેસ ઈન્ડસ્ટ્રીમાં પોતાની શાનદાર સફળતાને લઈને ચર્ચામાં જોવા મળી જાય છે. તેમની જેમ જ તેમના બાળકો ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી પણ નામ કમાઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી ની પત્ની નીતા અંબાણી એ પોતાના બાળકો ની પરવારીશ માં એક મુખ્ય ભૂમિકા નિભાવી છે. તેમણે ક્યારેય સફળતા કે શક્તિને પોતાના પર હાવી થવા દીધા નથી. 28 ઓગસ્ટ 2023 ના રોજ ‘ રીલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ ‘ એ પોતાના આધિકારિક ઇંસ્ટ્રા હેન્ડલ પરથી એક પોસ્ટ શેર કરી છે અને પોતાની કંપની ને લઈને એક મોટી અપડેટ આપી છે.

એક મીડિયા વિજ્ઞાપિત શેર કરતાં જણાવ્યુ કે ‘ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડ  ‘ બોર્ડના નિર્દેશક મંડળમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી ના નિયુકત કરવા માટેની શિફારીસ કરવામાં આવી છે. જાહેર કરેલ આ નોટને કઈક આ રીતે વાંચી શકાય છે કે રીલાયન્સ ઈન્ડસ્ટ્રી લિમિટેડ ની નિર્દેશક મંડળ ની આજની બેઠક માં માનવ સંસાધન, નામાકન અને પારિશ્રમિક સમિતિ ની સિફારીશ પર કંપની ના નોન એકજીક્યુટિવ ડાયરેક્ટર ના રૂપમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી ની નિયુકતી મુદે વિચાર કરવામાં આવ્યો અને શેરધારકોને મંજૂરી માટે સિફારીસ કરવામાં આવી.

તેમની નિયુકતી શેરધારકોના મંજૂરી મળ્યા બાદ તેમના પદભાર ગ્રહણ કરવાની તારીખ થી પ્રભાવી હશે. આના સિવાય પ્રેસ વિજ્ઞાપટ દ્વારા એ પણ જાણવામાં આવ્યું કે નીતા અંબાણી એ બોર્ડ થી હટવાનો નિર્ણય કર્યો છે. કેમકે તે ‘ રિલાયન્સ ફાઉંડેશન ‘ ના અધ્યક્ષ ના રૂપમાં બની રહેવા માંગે છે. તેમના આ નિર્ણય થી તેમના વખાંન કરવામાં આવ્યા કેમકે આ એક મોટા પ્રમાણ માં સમાજના હિત માટે હતું. નોટમાં લખવામાં આવ્યું છે કે નિર્દેશક મંડળે રીલાયન્સ ફાઉન્ડેશન ને ભારત ને વધારે સક્ષમ બનાવા માટે પોતાનો સમય અને ઉર્જા સમર્પિત કરવા માટે ના નિર્ણય ને બોર્ડ દ્વારા સન્માન મળ્યું છે અને નીતા અંબાણી ના આ નિર્ણય ને મંજૂરી પણ મળી છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન તરીકે નીતા અંબાણીના નેતૃત્વની પ્રશંસા કરી હતી. વર્ષોથી રિલાયન્સ ફાઉન્ડેશને ભારતમાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા અને ઓછા સંસાધન ધરાવતા સમુદાયોના ઉછેર અને સશક્તિકરણના તેના મિશનમાં ઘણી પ્રગતિ કરી છે. તેમણે રિલાયન્સ ફાઉન્ડેશનને મજબૂત કરવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની નીતા અંબાણીની વિનંતીની પ્રશંસા કરી.વધુમાં રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે નીતા અંબાણી બોર્ડના કાયમી આમંત્રિત તરીકે તમામ RIL બોર્ડ મીટિંગ્સમાં હાજરી આપવાનું ચાલુ રાખશે,

જેથી કંપનીને તેમની સલાહનો લાભ મળતો રહે. આ સિવાય મીડિયા રિલીઝમાં ‘RIL’માં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીના યોગદાન વિશે પણ વાત કરવામાં આવી હતી.નોટમાં લખ્યું છે કે છેલ્લા થોડા સામયથી ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણી ડિજિટલ સેવાઓ, એનર્જી એન્ડ મટિરિયલ બીજનેસ સહિત RIL ના મુખ્ય વ્યવસાય સાથે પણ નજીકથી જોડાયેલા તેમનું નેતૃત્વ અને મેનેજમેનટ કરી રહ્યા છે. તેઓ RIL ના પ્રમુખ સહાયક કંપનીઓના બોર્ડમાં પણ કામ કરી રહ્યા છે. બોર્ડ નું માનવું છે કે RIL ના બોર્ડ માં તેમની નિયુકતી થી RIL ને તેમના અંતરદ્રષ્ટિ ના લાભ મળશે અને નવા વિચારો સામે આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *