Entertainment

આ છે પાકિસ્તાનના અંબાણી ! દીકરી ના લગ્ન મા એટલુ બધુ દાન કર્યુ કે જાણી ને કહેશો વાહ….

Spread the love

પાકિસ્તાન ભલે પોતાના ઇતિહાસના સૌથી મોટા આર્થિક સંકટ થી જૂમી રહ્યા હોય અને તમામ પ્રયત્નો કર્યા બાદ પણ દેશની જનતાના હાલ બેહાલ છે. પરંતુ પાકિસ્તાનમાં જ્યાં એક બાજુ હાલ  બેહાલ છે ત્યાં જ દેશમાં અરબપતિઓ ની સંખ્યા પણ ઓછી નથી. દેશના સૌથી અમીર વ્યક્તિમાં સૌથી પહેલું નામ કારોબારી શાહિદ ખાન નું આવે છે. જેમને પાકિસ્તાનના અંબાણી કહેવામા આવે છે. પરંતુ હાલમાં શાહીદ ખાન કરતાં વધારે ચર્ચા તેમની દીકરી શન્ના ખાન ની થઈ રહી છે જેમને આટલી મોટી રકમનું દાન કર્યું છે. પાકિસ્તાની અરબપતિ શાહિદ ખાન અને તેમના પરિવારના અન્ય સભ્યો દાનની બાબતે હમેશા આગળ જોવા મળી આવે છે.

તેમની દીકરી શન્ના ખાન 123 કરોડ રુપિયાનું દાન કરીને હાલમાં ચર્ચામાં જોવા મળી આવી છે.સામાજિક કાર્યોમાં વધારે રુચિ રાખનારી શન્ના ખાન જગૂઆર ફાઉન્ડેશન નામથી એક સંસ્થા ચાલી રહી છે. જેના દ્વારા તેમણે હાલમાં જ ભારી ભરકમ રકમનું દાન કર્યું છે. રિપોર્ટ અનુસાર શાહિદ ખાન ની દીકરી નું નેટવર્થ લગભગ 20 કરોડ ડોલર છે અને તેમણે પોતાની સંપતિ માથી 123 કરોડ રૂપિયા નું દાન હોસ્પિટલ, એનિમલ હેલ્થ અને ઓંકોલોર્જી પ્રોગ્રામ્સ ની માટે આપ્યા છે. શન્ના ખાન નો જન્મ વર્ષ 1986 માં અમેરીકામાં થયો હતો. તેમનો અભ્યાસ પણ ત્યાં જ થયો હતો. શન્ના ખાન ના લગ્ન વુલ્ફ પોઈન્ટ એડ્વાઇજર ના એમડી જસ્ટિન મેકકેબે સાથે થયા છે.

પાકિસ્તાની સૌથી અમીર ઘરની આ દીકરી સોશિયલ મીડિયા પર ઓછી અને સોશિયલ વર્ક માં વધારે જોવા મળી આવે છે. જગુઆર ફાઉન્ડેશન ના નામથી સંસ્થા સંચાલિત કરતની સાથે જ શન્ના ખાન યુનાઈટેડ માર્કેટિંગ કંપની ની કો – ઓનર પણ છે અને તેમણે ઘણી ખાનગી કંપનીઓ માં રોકાણ પણ કર્યું છે. જો વાત શન્ના ખાન ના પિતા શાહિદ ખાન ની કરવામાં આવે તો તમને જણાવી દઈએ કે તેઓ પાકિસ્તાન ના સૌથી અમીર વ્યક્તિમાં તેમનું નામ પહેલા આવે છે, શાહિદ ખાન લગભગ 12 અરબ ડોલર ની સંપતિ ના માલિક છે. પાકિસ્તાન ના આ સૌથી અમીર બીજનેસમેન નો કારોબાર ઘણા સેક્ટર્સ માં ફેલાયેલો છે.

જેક્સનવિલે જગુઆર્સ, ફુલ્હેમ એફ.સી., ફ્લેક્સ-એન-ગેટ, એલએલસી, ટોરોન્ટો ફોર સીઝન્સ, ઓલ એલિટ રેસલિંગ તેની કમાણીનો મુખ્ય સ્ત્રોત છે.શાહિદ ખાન નો જ્ન્મ વર્ષ 1950 માં લાહોરમાં થયો હતો અને તેઓ અમેરીકામાં રહે છે. શાહિદ ખાન ની કંપની ‘ ફ્લેક્સ ન્યુ ગેટ’ ઓટો મોબાઈલ પાર્ટસ બનાવે છે. શાહિદ ખાન ની કંપની ના અમેરિકા, બ્રાજિલ, મેક્સિકો, ચીન અને સ્પેન સહિત ના ઘણા દેશોમાં 62 પ્લાન્ટ છે. શાહિદ ખાન નું અંગત જીવન બહુ જ દિલચસ્પ રહ્યું છે. એક સમયે તેઓ હોટલમાં વાસણ ધોવા માટે મજબૂર હતા .

અને આજે શાહિદ ખાન દુનિયા માં ઓટો પાર્ટસ ના સૌથી મોટા કારોબારી તરીકે ઓળખાય છે. તેમની કંપનીનું વાર્ષિક વેચાણ લગભગ 5 અરબ ડોલર એટ્લે કે લગભગ 33 હજાર રૂપિયા છે. દેશના અન્ય અરબપતિ કારોબારી ની વાત કરવામાં આવે તો આ લીસ્ટમાં શાહિદ ખાન પછી HASSO GROUP ના શાદારૂડિન હસવાની નું નામ આવે છે જે પીસી અને મેરિયટ હોલ્ટસ ની સાથે દેશમાં ઓઇલ એન્ડ ગેસ અને ફાર્મા સ્યુટિકલ્સ વ્યવસાય સાથે જોડાયેલ છે. તેમના પછી મિયાં મુહમ્મદ મનશા નું નામ આવે છે જે નિશાત ગ્રૂપના ફાઉંદર અને CEO છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *