India

સફેદ કપડાં પર ડાઘ ! CM ની પુત્રી ને હોસ્પિટલ પર એપોઇમેન્ટ લેવાનું કહેતા અંદર ઘૂસીને ડોક્ટર ને જ ઝાપટ ચોડી દીધી..જુઓ વિડીયો.

Spread the love

આપણા સમાજમાં રાજનીતિ એવી વસ્તુ છે કે રાજનીતિને પાવર એ કોઈપણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કોઈ પણ કામ કરાવી શકતા હોય છે. એટલે કે રાજનીતિનો પાવર કંઈક લોકોને અલગ જ હોય છે. રાજનીતિમાં આવ્યા બાદ તેમના પરિવારો ને પણ એટલો બધો જુસ્સો આવી જતો હોય કે તેની કોઈ સીમા નથી હોતી.

એવી જ એક ઘટના મિઝોરમના મુખ્યમંત્રી જોરમથન્ગા ની પુત્રી દ્વારા કરવામાં આવેલી છે. જાણવા મળ્યું કે 17 ઓગસ્ટ બુધવારના રોજ મિઝોરમના મુખ્યમંત્રી જોરમથન્ગા ની પુત્રી કે જે મિઝોરમની રાજધાની એસોલમાં આવેલા એક ડોક્ટરના ક્લિનિક ઉપર સારવાર માટે ગઈ હતી. તે ત્વચા રોગનું ક્લિનિક હતું. જાણવા મળ્યું કે ત્વચા રોગ વિજ્ઞાની સાથે પરામર્શ કરવા માટે મિઝોરમના મુખ્યમંત્રીની પુત્રી ત્યાં હોસ્પિટલ આવી ત્યારે તેને પહેલા એપોઇન્ટમેન્ટ લેવાનું કહેવામાં આવ્યું.

એપોઇન્ટમેન્ટની વાત સાંભળીને મિઝોરમની મુખ્યમંત્રી ના દીકરી ગુસ્સે થઈ ગઈ. અને કહ્યું કે તે સીએમની પુત્રી છે. તે એપોઇન્ટમેન્ટ કઈ રીતે લઈ શકે .આ બાબતે તે ગુસ્સે થઈ અને ડાયરેક્ટ ક્લિનિક ની અંદર ઘૂસી ગઈ. અને ડોક્ટર ને એક થપ્પડ ચોંટાડી દીધી હતી. આ પછી આનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બાદમાં 800થી પણ વધુ ડોક્ટરોએ આ બાબતે વિરોધ પ્રદર્શન કર્યો હતો.જુઓ વિડીયો.

ત્યારબાદ cm જોરમથન્ગા એ ટ્વિટર ઉપર માફી પત્ર લખ્યો હતો. અને કહ્યું કે તે તેની પુત્રી દ્વારા કરવામાં આવેલી આ હરકતની માફી માંગે છે. પત્રમાં તેમણે લખ્યું કે તેમની પુત્રીના આચરણ ને કોઈપણ રીતે યોગ્ય ઠેરાવશો નહીં. આ પહેલા તેના ભાઈ દ્વારા પણ બહેનના કૃત્ય બાબતે સોશિયલ મીડિયા પર માફી માંગવામાં આવી હતી. અને તેને કહ્યું કે તે માનસિક તળાવના કારણે તેની બહેન ને તેની ઠંડક ગુમાવી દીધી હતી.

આમ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો આવા લોકો પ્રત્યે ખૂબ જ ગુસ્સો ઠાલવી રહ્યા છે. અને પોતાના પાવરનો ખોટો ઉપયોગ કરનાર લોકો સામે ગુસ્સો દાખવી રહ્યા છે. લોકો અલગ અલગ પ્રકારની પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વધુ ડોક્ટરોએ કહ્યું કે અમે ઇરછીએ છીએ કે આ પ્રકારનું વર્તન ફરી ન થાય. આ નિવેદન આઈ. એમ. એ. ના મિઝોરમ યુનિટે જણાવ્યું હતું અને આ હુમલાને સખત રીતે વખોડીઓ હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *