India

બૉલીવુડ ઇન્ડસ્ટ્રી ને મોટો ઝટકો ! હેરાફેરી-વેલકમ જેવી અનેક મુવી ને પ્રોડ્યુસ કરનાર આ પ્રોડ્યુસર નું દુઃખદ અવસાન..

Spread the love

હાલમાં બોલીવુડ માટે એક દુઃખદ સમાચાર આવ્યા છે. 1950 ના દાયકા ના ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ નો ભાગ રહી ચૂકેલા એવા અબ્દુલ ગફાર નડિયાદવાલા નું હાર્ટ એટેક ના કારણે 91 વર્ષની વયે નિધન થઈ ચૂક્યું છે. ફિલ્મ નિર્માતા અબ્દુલ ગફાર નડિયાદ વાળાનું મુંબઈની કેન્ડી હોસ્પિટલમાં હાર્ટ એટેકને કારણે નિધન થઈ જતા આખા બોલિવૂડમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. આ બાબતે અભિનેતા અજય દેવગણે તેને શ્રદ્ધાંજલિ આપતા પોસ્ટ કરી હતી.

અને કહ્યું હતું કે ફિલ્મ સિનેમા ના સુવર્ણ સમય દરમિયાન અજય દેવગણના પિતા અને અબ્દુલ ગફાર નડિયાદ વાલે એક સાથે કામ કરેલું છે. મુંબઈ અને ગુજરાતમાં ઘણા બધા સ્ટુડિયો બનાવેલા છે. તેને પોતાના જીવનના 50 વર્ષથી પણ વધુ સમય ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આપેલો છે. તેઓના ત્રણ દીકરા છે જેમાં ફિરોજ, હાફીસ અને મુસ્તાક નડિયાદ વાળા છે. અબ્દુલ ગફાર નડિયાદ વાળા ડાયાબિટીસ અને અન્ય ઘણી બીમારીનો સામનો કરી રહ્યા હતા.

અબ્દુલ ગફાર નડિયાદ વાલા એ ઘણી બધી ફિલ્મો પ્રોડ્યુસ કરેલી છે. જેમાં ભારત દેશમાં પ્રખ્યાત ફિલ્મ એવી હેરાફેરી, વેલકમ, આવારા પાગલ દિવાના ,સાથોસાથ તેને પ્રોડ્યુસર તરીકેની તેઓની પહેલી ફિલ્મ જૂઠા સચ હતી કે જેમાં ધર્મેન્દ્ર અને રેખા લીડ રોલમાં હતા. આ ઉપરાંત તેની અન્ય ફિલ્મોમાં આ ગલે લગ જા, શંકર શંભુ, સોને પે સુહાગા, લહુકે દો રંગ, વતન કે રખવાલે વગેરે તેમણે પ્રોડ્યુસ કરેલી હતી.

તદ ઉપરાંત તેને વધુમાં ૧૯૬૫ માં આવેલી મહાભારત આધારિત ફિલ્મ પણ પ્રોડ્યુસ કરી હતી. જેમાં પ્રદીપ કુમાર અને દારાસિંહ મુખ્ય રોલમાં જોવા મળ્યા હતા. આમ બોલીવુડ ઇન્ડસ્ટ્રી માટે એક દુઃખદ સમાચાર સામે આવેલા છે. ફિરોઝ અબ્દુલ નડિયાદ વાલા જે પ્રોડ્યુસર સાજીદ નડિયાદ વાળા ના અંકલ છે. આમ બોલીવુડ ઇન્ડસ્ટ્રી એ એક સારા પ્રોડ્યુસર ખોઈ નાખ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *