Gujarat

રાજકોટ- મંગેતરે મેળા માં જવાની ના પાડતા 20-વર્ષીય યુવતી એ જે પગલું ભર્યું તે જાણી ધ્રુજી જશે.

Spread the love

આપણા સમાજમાંથી રોજબરોજ આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. હાલ રાજકોટ જિલ્લામાંથી એવો એક હચ મચાવતો આપઘાતનો કેસ સામે આવ્યો છે. જેમાં જાણવા મળ્યું કે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વીરનગર ગામમાં રહેતી 20 વર્ષ ની આરતી સાકરીયા એ પોતાના ઘરે ઝેરી દવા ખાઈને આપઘાત કરી લીધો હતો.

જાણવા મળ્યું કે આરતી સાકરીયા ની સગાઈ બે મહિના અગાઉ જસદણના બાલખલવડ ગામે વિજય પલાડીયા નામના યુવક સાથે થઈ હતી. આમાં આત્મહત્યાનું કારણ માત્ર નાનું એવું છે. જેમાં થયું એવું કે શુક્રવારે આરતી તેના મંગેતર વિજયની સાથે સોમનાથ દર્શન ગઈ હતી. ત્યાર પછીના દિવસે આરતીને બિલેશ્વરના મેળામાં જવું હતું. આથી તેને તેના મંગેતરને કહ્યું પરંતુ તેના મંગેતર વિજય કહ્યું કે તેની પાસે બાઈક નથી એટલે તે નહીં જઈ શકે. બસ આટલી નાની એવી વાતમાં જ આરતીએ પોતાના ઘરે ઝેરી દવા ઘટઘટાવી લીધી અને આપઘાત કરી લીધો હતો.

આરતીના ઘરે બે ભાઈઓ અને ત્રણ બહેનો છે. જેમાં આરતી ત્રીજા નંબરની બહેન હતી. બસ આવી નાની એવી વાતમાં આરતી એ આપઘાત કરી લીધો હતો. આ બાબતની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. અને લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી. આરતીના પરિવારમાં હાલ માતમ છવાયેલો હતો. આરતી નો પરિવાર દુઃખના દરિયામાં ગરકાવ થઈ ગયેલો હતો.

મંગેતરે મેળામાં જવાની ના પાડતા આરતી ને એટલું બધું દુઃખ લાગી ગયું કે તેને ડાયરેક્ટ મરવાનું જ પગલું ભરી લીધું હતું. આવા અનેક બનાવ આપણા સમાજમાંથી આવતા હોય છે. ક્યારેક પ્રેમ પ્રકરણના બનાવો હોય અથવા તો કોઈ પૈસાની લેતી દેતી બાબતેના બનાવો હોય કે જેમાં લોકો આપઘાત કરી બેસતા હોય છે. પોલીસે આ બાબતે કેસ ની વધુ આગળની તપાસ હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *