Gujarat

ધ્રુજાવનારો વિડીયો ! સામે થી આવતા ટ્રક ને જોઈ ને આ યુવાને ટ્રક ના ટાયર નીચે ઝંપલાવી મૃત્યુ ને વ્હાલું કર્યું..જુઓ વિડીયો.

Spread the love

આપણા સમાજમાં આપઘાતના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ હાલ રાજકોટ જિલ્લાના ગ્રીનલેન્ડ વિસ્તારમાંથી એક યુવકે એવી રીતે આપઘાત કર્યો કે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. વધુ વિગતે જાણવા મળ્યું કે રાજકોટ શહેરના એન્ટ્રી એક્ઝિટ સમાન ગણાતા ગ્રીનલેન્ડ ચોકડી નજીક એક યુવકે એક ટ્રકની નીચે જંપલાવીને આપઘાત કરી લીધો હતો.

આ બાબતે ત્યાં ઉભેલા ટ્રાફિક પોલીસવાળા નું ધ્યાન જતાં અને આજુબાજુના લોકોનો નજરે ચડતા તે લોકો તે યુવાન પાસે પહોંચ્યા. પરંતુ તે યુવાનનું ત્યાં સુધીમાં મૃત્યુ થઈ ચૂક્યું હતું. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી. વીડિયોમાં જોઈ શકાય છે તેમ એક યુવક ગ્રીનલેન્ડ ચોકમાં ઉભો હતો. અને તેને સામેથી એક ટ્રક આવી રહ્યો હતો. આ સમયે યુવકે ટ્રકના પાછળના વહીલ ની નીચે ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. આ બાબતે બી ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી..જુઓ વિડીયો.

બી ડિવિઝન પોલીસને જાણ થતા તેનો કાફલો ત્યાં દોડી આવ્યો હતો. યુવકની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી હતી. અને યુવાન કોણ છે ? તે ક્યાં રહે છે? આત્મહત્યાનું કારણ શું હશે? તે બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હવે પોલીસ આગળની તપાસ કરતા જ યુવાનનું આપઘાત નું સાચુ કારણ સામે આવી શકે તેમ છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો પણ વીડિયો જોઈને હચમચી ચૂક્યા છે. આ વિડીયો ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવેલો છે.

આપણા સમાજમાં લોકો ક્યારેક નાની-નાની વાતોમાં આત્મહત્યા કરી બેસતા હોય છે. ક્યારેક લોકો પૈસાની લેતી દેતી માં આર્થિક સંકડામણ ફસાઈ ગયેલા હોય તો અંતે કઈ ન સુજતા અંતે જીવન ટૂંકાવી નાખતા હોય છે. થોડા સમય પહેલા જ રાજકોટના જસદણ તાલુકામાંથી કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક વીસ વર્ષની યુવતીને મેળામાં જવું હોય પરંતુ તેના મંગેતર એ બાઈક ન હોવાનું કહેતા યુવતી એ પોતાના ઘરે જ ઝેરી દવા ઘટઘટાવીને આત્મહત્યા કરી લીધી હતી. આવી અનેક ઘટનાઓ આપણા સમાજમાંથી સામે આવતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *