India

એક મોટા ટ્રકે સ્કૂલવાન ને અડફેટે લેતા 4-બાળકો ના કરુંણ મોત. આખો રોડ માસુમ ના લોહી થી રંગાઈ ગયો..જુઓ ફોટા.

Spread the love

રોજબરોજ સમાચારોમાં અકસ્માત ની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ક્યારેક ક્યારેક એવી ઘટના સામે આવતી હોય છે કે આપણે સાંભળીને હચમચી જતા હોઈએ. હાલ મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન માંથી એક ભયંકર અકસ્માત સામે આવ્યો છે. જેમાં સ્કૂલે જઈ રહેલા બાળકોની વાનને આ અકસ્માત નડ્યો હતો. જેમાં ચાર નિર્દોષ બાળકો મોતને ભેટયા. તો 11 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા.

આ બાબતે વધુ જાણવા મળ્યું કે નાગદા નગરમાં એક ખાનગી કોન્ટમેન્ટ સ્કૂલના બાળકોથી ભરેલી તુફાનને ઝિરનીયા ડિવાઇડર પાસે સામેથી આવતા એક ઝડપી ટ્રકે ભયંકર ટક્કર મારતા સ્કૂલ વાન પલટી મારી ગઈ. અને તેમાં સવાર બાળકો ગંભીર રીતે ઘાયલ થયા. જેમાં ચાર બાળકોના મૃત્યુ થયા હતા. આજુબાજુ માંથી પસાર થઈ રહેલા લોકોએ આ એક્સિડન્ટ ને જોયું હતું. અને ત્યારબાદ તે લોકો બાળકોની મદદથી પહોંચ્યા હતા. લોકોએ કહ્યું કે આ ઘટના બાદ એમ્બ્યુલસ ને જાણ કરતાં એમ્યુઅલસ સમયસર આવી ન હોય બાળકોને બસમાં નીચે સુવડાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાની માહિતી પોલીસને મળતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને ટ્રક ચાલક ની અટકાયત કરી લીધી હતી. આ અકસ્માત ઊંનહેલ નાગદા રોડ પર બન્યો હતો. આ અકસ્માતમાં ચાર બાળકો મૃત્યુ પામ્યા. તેમના નામ ઉમા, સુમિત, ઇનાયા અને ભવ્યાંશ જાણવા મળ્યું હતું. આ તમામ બાળકોની ઉંમર 10 થી 15 વર્ષની વચ્ચે હતી. આ બાબતની જાણ મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અને થતા શિવરાજ સિંહ ચૌહાણ એ ટ્વિટર હેન્ડલ ઉપર બાળકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

અને કહ્યું કે માર્ગ અકસ્માત માં ચાર શાળાના બાળકોના હૃદય દાવક મૃત્યુથી હું દુઃખી છું. મૃતકોના આત્માને શાંતિ આપે અને અકસ્માતમાં ઘાયલ થયેલા બાળકો ઝડપથી સાજા થાય તેવી ભગવાનને પ્રાર્થના. આ અકસ્માતમાં ટ્રકનો એક બાજુનો ભાગ નો કુરચો બોલી ગયો હતો. જ્યારે ટ્રકની સ્પીડ એટલી હતી કે તે તુફાન ગાડી સાથે અથડાતા તુફાન ગાડીનો પણ કુરચે કુરચો બોલી ગયો હતો.

આમ 10 થી 15 વર્ષના નિર્દોષ બાળકો મૃત્યુ પામતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. લોકો આ ઘટના સાંભળીને હચમચી ગયા છે. પોલીસે આ બાબતે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાળકોના મૃત્યુ થતાં આખો રોડ મરણચીસો થી ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનાને પ્રત્યક્ષ રીતે જોનાર લોકોના તો રુવાટા બેઠા થઈ ચૂક્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *