Gujarat

સુરત- ત્રણ નરાધમ ની હવસ નો ભોગ 17-વર્ષીય કિશોરી બનતા બચી. ચાલુ BRTS માં જે હરકત કરી તે સાંભળી લોહી ગરમ થઇ જશે.

Spread the love

આપણા સમાજમાં બળાત્કારના, છેડતી ના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક ક્યારેક તો પાંચથી દસ વર્ષની દીકરીઓ ઉપર પણ બળાત્કાર થતા હોય છે. અને અનેક લોકોના હવસ નો શિકાર અનેક નિર્દોષ યુવતીઓ, દીકરીઓ થતી હોય છે. સુરત શહેરમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જે સાંભળીને તમે હચમચી જશો. સુરતમાં ચાલતી બીઆરટીએસ બસમાં એક 17 વર્ષની તરુણ યુવતી ત્રણ નરાધમ યુવકના હવસનો ભોગ બનતા બનતા બચી હતી.

વધુ વિગતે જાણીએ તો સુરતના મહિધરા પૂરા માં રહેતી 17 વર્ષની કિશોરી તેની બહેનપણી સાથે 20 મી તારીખના રોજ સાંજે ડુમ્મસ રોડના ગોવર્ધનનાથજીની હવેલી પાસેથી બીઆરટીએસ બસમાં બેસી પોતાના ઘરે આવી રહી હતી. આ સમયે બસમાં સવાર ત્રણ કંડક્ટરોએ આ 17 વર્ષની કિશોરી સામે એવી એવી હરકત કરી કે સાંભળીને લોકોના રુવાટા બેઠા થઈ જાય. જાણવા મળ્યું કે જ્યારે આ યુવતી તેની બહેનપણીની સાથે બસમાં ચડી ત્યારે બસમાં ખૂબ જ ભીડ હતી અને બેસવાની જગ્યા ન હોવાને લીધે તે બંને બસની પાછળના ભાગે ઉભી રહી હતી.

આ સમયે એક કંડકટર તેની પાસે આવીને તેના શારીરિક અડપલા કરી રહ્યો હતો. પરંતુ યુવતીને લાગ્યું કે ભીડ હોવાને કારણે કદાચ તે ભટકાઈ જતો હશે. ત્યારબાદ બસમાં ફરજ પરના એક કંડક્ટરે બંનેને આગળ આવવા કહ્યું હતું. આ સાથે બસમાં ત્રણ કંડકટર એવા હતા કે જે ફરજ પર ન હતા છતાં બસમાં બેસેલા હતા. આ ચાલુ બસે બસના ડ્રાઇવરે અચાનક બસની જોરદાર બ્રેક મારી આથી યુવતીનું મોઢું સ્ટીલના પાઇપ સાથે અથડાણું હતું. ત્યારબાદ એક કંડક્ટરે એવી કોમેન્ટ મારી કે બસ ધીરે ચલાવો મારું મોઢું અથડાય છે.

આ સિલસિલો ચાલુ જ રહ્યો. અને બસમાં સવાર ત્રણ કંડકટર કે જે ફરજ પર ન હતા. તે યુવતી સામે જોઈને યુવતી સામે એવા ગંદા ગંદા ઇશારા કરવાનું શરૂ કર્યું. યુવતી સામે જોઈને કોમેન્ટ કરી કે સ્માઈલ સરસ છે. તે સ્ટેશને જઈને મજાક કરશે. એવી કોમેન્ટો પાસ કરતા હતા. યુવતી ખૂબ જ ગભરાયેલી હતી. આથી તેને તેની માતાને કોલ કર્યો. અને માતા ને આ વાતની જાણ કરી એટલે તેની માતા તરત જ પોતાનું સ્કૂટર લઈને અમીશા ચાર રસ્તા પર આવી ગયા હતા. અને પોતાની દીકરીને બચાવવા માટે તે અમીશા ચાર રસ્તા પાસે બસની આડા ઊભા રહી ગયા હતા.

યુવતીએ કહ્યું અમારે અમિષા ચાર રસ્તા પર ઉતરવું છે. છતાં બસ ડ્રાઈવર એ બસ ઉભી રાખી ન હતી. માતા આડા ઊભા રહ્યા હતા. છતાં પણ બસ ડ્રાઇવર બસ ઊભી રાખી ન હતી. બાદમાં બસ ડ્રાઈવરે કહ્યું કે બસ અહીં ઊભી નહીં રહે. ડાયરેક્ટ સ્ટેશને જઈને ઉભી રહેશે. અને છેવટે માતાએ પોતાના સ્કૂટરને લઈને સ્ટેશન પાસેના સર્કલ પાસે આ બસને ઉભી રખાવી. અને તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે આવીને ત્રણેય આરોપીઓની અટકાયત કરી હતી. અને તેને પોલીસ સ્ટેશનને લઈ ગઈ હતી.

પરંતુ આ બાબતે યુવતીએ જે ફરિયાદ કરી તેમાં યુવતીએ શારીરિક અડપલા કર્યા ની ફરિયાદ પણ કરી હતી. છતાં પોલીસે આ બાબતે પોક્સો એક્ટ ની કલમ હેઠળ ગુનો નોંધ્યો ન હતો. પરંતુ આઈપીસી ની કલમો આમાં લગાડી હતી. આ આરોપીઓના નામ કે જે કંડકટર બસમાં સામેલ હતા. તેમાં શાહરૂખ ફારુક શેખ, જયદીપ ખીમજી પરમાર અને સમીર રમઝાનશા જાણવા મળ્યું હતું. કે જે લોકોએ આવી ગંદી હરકતો કરી હતી.

આ બાબતની જાણ લોકોને થતા લોકોનો ભારે ગુસ્સો ફાટી નીકળ્યો હતો. આમ આવી આપણા સમાજમાં અનેક યુવતીઓ આવા હવસખોર લોકોના શિકાર બનતા હોય છે. આ બાબતમાં યુવતીની માતાની સાવચેતીના પગલાના ભાગરૂપે આજે યુવતી ને સહી સલામત બચી ગઈ હતી. નકર આ યુવતી પણ મોટી ઘટનાનો ભોગ બની શકે તેમ હોત.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *