India

શેરબજારના કિંગ ‘રાકેશ ઝુનઝુન’ વાલા નું 14-માળ નું આલીશાન ઘર કોઈ મહેલ થી ઓછું નથી..તમામ સુવિધા થી લેસ. જુઓ ખાસ તસ્વીર.

Spread the love

ભારતના શેરબજારના બીગ બુલ તરીકે ઓળખાતા રાકેશ ઝુનઝુન વાલા નું 14 ઓગસ્ટ રવિવારના રોજ મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. 5000 રૂપિયાની મૂડીથી જ શેરબજારમાં રોકાણ કર્યું. અને આજે તે 40 હજાર કરોડથી પણ વધારે નેટવર્ક ધરાવે છે. હાલ ઝુનઝુન વાલા ના અનેક વિડીયો અને અનેક ફોટાઓ પણ સામે આવતા જોવા મળે છે. હાલ રાકેશ ઝુનઝુન વાલા ના ઘરની તસવીરો સામે આવેલી છે. રાકેશ ઝુનઝુન વાલા નું ઘરની વાત કરવામાં આવે તો…

મુંબઈના સૌથી પોસ્ટ વિસ્તારમાં માલાબાર હિલમાં 14 માળનું આ આલીશાન ઘર તે ધરાવે છે. આ વિસ્તારમાં સજ્જન જિંદાલ, ગોદરેજ અને બિરલા જેવા મોટા મોટા ઉદ્યોગપતિઓનું નિવાસ્થાન છે. સાથે સાથે રાકેશ ઝુનઝુન વાલા એ પણ ત્યાં ઘર લીધેલું છે. રાકેશ જુનજુન વાળા નું ઘર આ વિસ્તારમાં આવેલું છે. ત્યાં ઘરની સામે સુંદર સમુદ્ર નજારો જોવા મળે છે. રાકેશ ઝંઝુન વાળા નું આ 14 માળનું ઘર 70 હજાર ચોરસ ફુટ જગ્યામાં બનેલું છે. રાકેશ ઝુનઝુન વાલા એ પહેલા આ આલીશાન ઘરના સાત માળ ખરીદ્યા હતા. ત્યારબાદ થોડા વર્ષો બાદ પાછા સાત માળ ખરીદીને આખું ઘર પોતાના નામે કરી લીધું હતું.

14 માળના આ ઘરમાં તમામ સુવિધાઓ છે. જેમાં ડ્રેસિંગરૂમ, લિવિંગ એરિયા, અલગ બાથરૂમ, બાલ્કની સલૂન અને પેન્ટ્રી સહિત અન્ય તમામ લક્ઝરીયસ સુવિધાઓનો સમાવેશ થાય છે. વૈભવશાળી આ ઘરમાં રાકેશ ઝંઝુનવાલા ના બાળકોનો બેડરૂમ 11 માં માળે છે. તથા ચોથા માળે મહેમાનો માટેનું અલગ એરિયા રાખવામાં આવેલો છે. રાકેશ ઝંઝુન વાળા ના શેરબજારમાં ઝંપલાવે ની વાત કરવામાં આવે તો વર્ષ 1985 માં શેરબજારમાં માત્રને માત્ર 5000 રૂપિયાનો રોકાણ કરીને શેર બજાર માં ઝંપલાવ્યું હતું.

ત્યારબાદ ત્રણ વર્ષમાં એટલે કે 1988 સુધીમાં તેની સંપત્તિ લગભગ એક કરોડ સુધી પહોંચી ગઈ. જોત જોતા માં 1993 માં તેની સંપત્તિ 200 કરોડની થઈ ગઈ હતી. રાકેશ ઝંઝુનવાલા પાસે માત્ર આ આલીશાન ઘર જ નહીં પરંતુ લક્ઝરીયસ કારોનો પણ સમાવેશ થાય છે. જેમાં મર્સિડીઝ, bmw અને ઓડી જેવી ટોપ મોડલ કારો તે ધરાવે છે.

તેનું ઘર ખૂબ જ આલીશાન છે. અને તેની સામે આવેલો સમુદ્રનો નજારો પણ ખૂબ જ અદભુત છે. રાકેશ ઝુનઝુન વાલા નું મૃત્યુ 62 વર્ષની થયેલું છે. તેણે આ આલીશાન ઘર ₹371 કરોડમાં ખરીદ્યું હતું. આમ રાકેશ ઝુનઝુન વાલા મૃત્યુ બાદ અનેક આવા ફોટા અને વિડિયો સોશિયલ મીડિયા પર શેર થયેલા જોવા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *