India

ગરીબ માતા પિતા ની છોકરી બની સિવિલ જજ…જાણો પુરા સમાચાર.

Spread the love

ગરીબી ના કારણે માતા પિતા શાકભાજી ની લારી ચલાવતા હતા. અને તેમની દીકીરી સિવિલ જજ ની તૈયારી દીકરી ના ભણતર માટે તેના માતા પિતા ખુભજ મહેનત થી કામ કરતા અને એક એક રૂપિયો જોડી ને તેની દીકરી ને કોલેજ ની ફી ભરતા તેમજ ઉધાર લઈને પણ તેની ફી યોગ્ય સમયે ભરી આપતા હતા ને તેમની મહેનત રંગ લાવી આજે તેની દીકરી સિવિલ જજ બની અને પરિવાર ના બધાજ લોકો ખુશ છે.

મધ્યપ્રદેશ ના ઇન્દોર ના શાકભાજી ની લારી ચલાવતા માતા પિતા ની દીકરી બની સિવિલ જજ. બુધવારે 25 વર્ષ ની અંકિતા નાગરે આ ખુશી ની વાત સોંથી પહેલા તેના મમ્મી ને કહી.તેમની માતા શાકભાજી ની લારી એ હતા અને અંકિતા તેના પરિણામ ની પ્રિન્ટઆઉટ લઈને તેની માતા પાસે ગઈ અને કહ્યું કે જોવો હું સિવિલ જજ બની ગઈ. અંકિતા એ કહીંયુ કે પરિણામ તો એક અઠવાડિયા પહેલાજ જાહેર થઈ ગયું હતું અને ઘર માં મરણ થઈ ગયેલ હોવાથી બધા જ ઘર ના ઇન્દોર થી બહાર હતા. તેથી ઘરે કોઈ ને ખબર ના હતી.

અંકિતા નાગર સિવિલ જજ પરીક્ષા માં sc કોટા માં 5 મુ સ્થાન પ્રાપ્ત કર્યું છે.તેમને કહ્યુ કે તેના પરિવાર માં બધાજ સદસ્ય શાકભાજી વેચવાનું કામ કરે છે. અંકિતા એ કહ્યું કે તેમના પપ્પા રોજ સાવરે 5 વાગે માર્કેટ માટે નીકળી પડે છે અને મમ્મી 8 વાગે ખાવાનું બનાવીને તે પણ પપ્પા સાથે શાકભાજી ની લારી એ ચાલ્યા જાય છે અને પછી બંને સાથે શાકભાજી વહેચે છે.તેનો ભાઈ આકાશ રેતીના બજાર માં મજૂરી કરવા જાય છે. ને નાની બેન ના લગ્ન થઈ ગયા છે.

અંકિતા એ કહ્યુ કે તેમના ઘર ના રૂમ ઘણા નાના છે તેમજ તેમના ઘરની છત ઉનાળામાં ગરમ થઈ છે અને ચોમાસામાં પાણી ટપકે છે.ગરમી જોય ને તન ભાઈ એ તેની મજૂરીના થોડા પૈસા ભેગા કરીને થોડા દિવસો પહેલાજ કુલર ખરીદીયું છે.આમ અંકિતા 3 વર્ષ થી સિવિલ જજ ની તૈયારી કરી રહી હતી. તેને 2017 માં ઇન્દોર ના વેષ્ણવી કોલેજ માંથી LLB પૂરું કરિયું.પછી 2021 માં LLM ની પરીક્ષા પાસ કરી.અંકિતા ના મમ્મી એ કહ્યું કે તેની સિવિલ જજ બનવાની વાત મળતા મારી આંખ માંથી આશુ સરી પડ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *