ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ આરોપી ફેનિલ ને ફાંસી ની સજા મળ્યા બાદ આરોપીના વકીલ છે નારાજ…..વકીલે કહ્યું કે હવે તે…….
ગુજરાત ના સુરત માં બનેલો એક હત્યા નો કેસ. ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસ. આખા ગુજરાત માં આ કેસે ખુબ જ જોર પકડ્યું હતું. બન્ને પક્ષો ની દલીલ બાદ આખરે ગ્રીષ્મા ને ન્યાય મળ્યો છે. અને કોર્ટ દ્વારા તેને આખરે ફાંસી ની સજા કરવામાં આવી છે. ફાંસી ની સજા થતા ગ્રીષ્મા ને ન્યાય મળ્યો તેમ કહી શકાય પણ આ સજા થી ફેનિલ ના વકીલે એવું નિવેદન આપ્યું કે…
ફેનિલ ને મૃત્યુ દંડ ની સજા થતા ગ્રીષ્મા ના પરિવારે કોર્ટ નો આભાર માન્યો અને નિર્ણય ને આવકાર્યો હતો. પણ ફેનિલ ના વકીલ ઝમીર શેખ આ ફેંસલાથી સંતુષ્ટ દેખાતા નથી. તેને કહ્યું કે તે આ ફેંસલાથી સહમત નથી. અને તેને હવે આ બાબતે હાઈ કોર્ટ માં જઈ અપીલ કરવાનું કહ્યું હતું. હવે તે આ ફેંસલાને હાઈ કોર્ટ માં પડકારશો એમ કહયું હતું.
ફેનિલ ના વકીલ જણાવે છે કે ઘણી બાબતો છે તે કોર્ટ દ્વારા ધ્યાને લેવાઈ નથી. તે કહે છે કે જો ફેનિલ ને ગ્રીષ્મા ને મારવી જ હોત તો તે સામેથી પણ મારી શકેત. પણ જયારે આ ઘટના બનતી હતી તે દરમિયાન ફેનિલે ગ્રીષ્મા ને પાછળ થી પકડી હતી અને તે દરમિયાન ત્યાં ઉભેલા લોકો ફેનિલ પર પથ્થરમારો કરતા હતા. આનાથી બચવા માટે ફેનિલે ગ્રીષ્માં ને મારી હતી. અને ડેડબોડી નું પંચનામું પણ નહિ થયું તેવી વાત જણાવી હતી.
ફેનિલ ના વકીલ કહે છે કે ગ્રીષ્મા ના પરિવાર દ્વારા ફેનિલ ને વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી. અને તેને વારંવાર હેરાન કરવામાં આવતો હતો આ બધી બાબતો તે રેકોર્ડ પર લાવવા માંગતા હતા પણ કોર્ટે આ બઘી બાબતો હજુ સુધી રેકોર્ડ પર લીધી નથી. તે કહે છે કે અપીલ માટે હજુ 30 દિવસ નો અધિકાર છે તે જરૂર થી અપીલ કરશો. અને બધી બાબતો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ માં જણાવવા કહ્યું હતું.