પરિવાર નું મહત્વ શું છે તે જાણવું હોઈ તો આ વ્યક્તિ પાસેથી જાણો કે જેણે એકલતાના કારણે કર્યું એવું કે તમે વિચારી પણ નહીં શકો…

મિત્રો આપડે સૌ જાણીએ છીએ કે માનવ એ કુદરત ની અણમોલ રચના છે માનવ લાગણીશીલ વ્યક્તિ છે તે તેના સમગ્ર જીવન કાળ માં અનેક વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. આપડે સૌ જાણીએ છીએ કે દરેક ના જીવન માં પરીવાર નું શું મહત્વ છે. પરીવાર કે દરેક વ્યક્તિ ની તાકાત હોઈ છે.

કારણકે દરેક ખરાબ સમય માં આખો પરીવાર એક બીજા સાથે ખંભા થી ખંભો મેળવીને ચાલે છે અને આવનાર મુસિબત નું નિરાકરણ કરે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ પોતાના પરીવાર થી દૂર જાઇ તો તે તૂટી પડે છે અને પોતાને એકલો અનુભવે છે. આપડે અહીં એક એવાજ બનાવ ની વાત કરશું કે જ્યાં એક વ્યક્તિ પોતાને એકલો પડી ગયેલ માને છે અને આત્મહત્યા જેવું પગલું ઉપાડે છે. તો ચાલો આ ઘટના પર વધુ માહિતી મેળવીએ.

આ ઘટના છે મધ્યપ્રદેશના ખંડવા પોલીસ લાઇનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતાં વ્યક્તિની કે જેમણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી તેમની છે. આ કોન્સ્ટેબલે પોતાના પિતાને નામે એક પત્ર પણ લખ્યો હતો, જેમાં “નાલાયક બાળક” તરીકે પોતાનો ઉલ્લેખ કર્યો હતો.

જો સમગ્ર બનાવ ની વાત કરીએ તો ઈન્દોરના નિવાસી કોન્સ્ટેબલ ધનેશ્વર સોનેને કે જેમની ઉંમર 32 વર્ષ છે. તેઓ ખંડવા પોલીસ લાઈનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમને શનિવારે સવાર નાં સમયે 9 વાગ્યાની આસપાસ ખંડવામાં તેઓ જ્યાં રહે છે ત્યાંના પોતાના સત્તાવાર નિવાસસ્થાને ફાંસી લગાવી લીધી.

જ્યારે આસ પાસ ના લોકોને આ અંગેની જાણ સવારે 10 વાગ્યે થઈ. અને તરતજ તે લોકોએ અન્ય અધિકારીઓને આ બાબત વિશે માહિતી આપી. તેમણે તેમના પિતા માટે એક સુસાઈડ નોટ પણ લખી કે જેમા તેમણે જણાવ્યું કે – તેઓએ તેમની મરજીથી આત્મહત્યા નું પગલું ભર્યું છે, આ પગલા નો કોઈ પણ સાથે સંબંધ નથી. તેમના જણાવ્યા અનુસાર તેઓ આ પગલું લેવા માંગતો ન હતો પરંતુ હવે તેઓ એકલો છું.

વધુ મા ધનેશ્વરે લખ્યું કે તેઓ પોતાનું જાતથી અને પોતના શરીરથી હારી ગયા છે. પિતાની માફી માંગતા લખ્યું કે માફ કરજો પપ્પા મારા મૃત્યુ પછી મને મળતા પૈસામાંથી અડધો ભાગ સોનુ બાબુને આપી દેજો. અને પોતાના મિત્રો ની આબિદ માટે પણ લખ્યું જ્યારે નાના ભાઈને વોશિંગ મશીન અને કાર આપવાની માહિતી લખી. અને છેલ્લે લખ્યું કે તમારું નકામું બાળક.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *