સુરત ગ્રીષ્મા હત્યા કેસ: 69-દિવસ બાદ આરોપી ફેનિલ દોષિત જાહેર, કોર્ટે પૂછ્યું એવું કે..
સુરત મા થોડાક સમય પહેલા એક હચમચાવી દે તેવી ઘટના બની હતી. પ્રેમ માં એક તરફી પાગલ યુવકે એક યુવતી ને ગળું કાપીને જાહેર મા હત્યા કરી નાખી હતી. આપણા સમાજ મા આવી ઘટના વારવાર બનતી હોય છે જેમાં ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે એક્બીજા ના ખુન પણ થય જતા હોય છે. સુરત ના કામરેજ ના પાસોદરા મા ૧૨-ફેબ્રુઆરી ના રોજ પ્રેમ મા પાગલ ગ્રીષ્મા વેકરીયા ની હત્યા ફેનીલ ગોયાણી દ્વારા જાહેર મા ગળું કાપીને કરવામાં આવી હતી.
અને ત્યારબાદ ફેનીલે પોતાની હાથ ની નસ કાપી ને અને સાથેસાથે ઝેરી દવા પી ને આપઘાત કરવાની કોશિશ કરી હતી. બાદ માં તેને હોસ્પીટલે ખસેડવામાં આવ્યો હતો. ફેનિલ દવાખાના મા હોય ત્યારબાદ તેને રજા મળ્યા બાદ તેને પોલીસ દ્વારા કોર્ટ માં રજુ કરીને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે તપાસ કરીને કોર્ટ માં તેની ચાર્જશીટ રજુ કરી હતી. આ કસ કોર્ટ માં ચાલી જતા 6-એપ્રિલ ના રોજ બંને પક્ષો ની દલીલો પૂર્ણ થય હતી. અને આ કેસ ની વધુ સુનાવણી 16-એપ્રિલ ના રોજ હાથ ધરવામાં આવી હતી.
16-એપ્રિલે બચાઉં પક્ષ ના વકીલ કોર્ટ માં હાજર ન રહેતા તેની સુનાવણી 21-તારીખ સુધી મુલતાવી રાખવામાં આવી હતી. અને 21-એપ્રિલ ના રોજ ફેનિલ ને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. જેમા ફેનિલ ને આકરી સજા થાય તેવી અપીલ કરવામાં આવી હતી. સરકાર પક્ષે આ બાબતે ત્રણ દિવસ સુધી દલીલો કરવામાં આવી હતી. જેમાં વકીલો એ કહ્યં કે આ હત્યા કોઈ ઉશ્કેરાટ માં થયેલી નથી આ હત્યા તૈયારી સાથે કરવામાં આવેલી છે. વધુમાં કહ્યું હતું કે કોઈની દીકરી ને છેડતી કરવામાં આવતા તેના પરિવાર દ્વારા તેને ઠપકો આપવાની આવી સજા ? અને તે દીકરી નો જ જીવ લય લેવામાં આવે? આ એક સમાજ માટે કલંક રૂપ કહેવાય.
ફેનિલ ના વકિલો તરફથી પણ ફેનિલ ને બચાવવા માટે દલીલો કરવામાં આવી હતી. ફેનિલ ના વકીલ ઝમીર શોખ અને અજય ગોંડલીયા તરફ થી કહેવામાં આવ્યું હતું કે ફેનિલ ને આ કેસ માં ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે તેની દલીલો માં તે લોકો એ કહ્યું કે, પોલીસ દ્વારા માત્ર 7-દિવસ માં ચાર્જશીટ રજુ કરી અને આટલી ઝડપી ચાર્જશીટ રજૂ કરીને ફેનિલ ને ફસાવવમાં આવી રહ્યો છે. ફેનિલ વિરૃદ્ધ એવું વાતાવરણ ઉભું કરવામાં આવી રહીયુ છે કે તેના સાક્ષી તેના તરફેણ માં જુબાની આપવા પણ તૈયાર નથી.
આ કેસ માં 105 સાક્ષીઓ ની જુબાની લેવામાં આવી છે જેમાં 85 સાક્ષીઓ ને ડ્રોપ કરવાંમાં આવ્યા હતા. બાદ માં સરકાર પક્ષ દ્વારા ક્લોઝિંગ આપવામાં આવ્યું હતું. અને ફેનિલ નું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું.કોર્ટ દ્વારા ફેનિલ ને આખરી ઈચ્છા વ્યક્ત કરવા કહ્યું હતું અને ફેનિલ ને કહેવામાં આવ્યું કે તમારે આ બાબતે વધુ માં કઈ કહેવું છે? ફેનિલે આ બાબતે પોતાનિં એક પણ પ્રતિક્રિયા આપી ન હતી. કોર્ટે કહ્યું કે તે એક નિર્દોષ નો જીવ લીધો છે તો કોર્ટ પણ તને વધુ ને વધુ સજા કેમ નો કરી શકે? આ બાબતે પણ ફેનિલે મોન જ સેવ્યું હતું.