સુરત આંખ ના પલકારા માં જ દીકરી સામે પિતા એ દમ તોડી નાખ્યો ઘટના જાણી ધ્રુજી જશે.
ગુજરાતમાંથી રોજબરોજ અકસ્માત થવાના અનેક કેસો સામે આવતા હોય છે. જેમાં ક્યારેક આખેઆખો પરિવાર તબાહ થઈ જતો હોય છે. તો ક્યારેક કોઈ નાના બાળકોનું પણ મૃત્યુ થઈ જતું હોય છે. હાલમાં થોડા સમય પહેલા સુરતમાં એક સ્કૂલે બાળકોને લઈ જતી વાન ને એક કારે ટક્કર મારતા 7 થી 10 બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
ફરી સુરત જિલ્લામાંથી એક અકસ્માતની ઘટના સામે આવતા જેમાં એક પરિવારના મોભીનું મૃત્યુ થઈ ચૂક્યું છે. વધુ વિગતે જાણીએ તો સુરત જિલ્લાના ગોડાદરા વિસ્તારમાં આવેલા ધ્રુવ પાર્ક નજીક ગોપાલભાઈ મકવાણા જેની ઉંમર 42 વર્ષ હતી. તેઓ પોતાની દીકરી સાથે પોતાના ઘરે એકટીવા ગાડી ઉપર જઈ રહ્યા હતા.
ત્યારે એક પૂરપાટ ઝડપે આવી રહેલા ટેમ્પો ચાલાકે આ એકટીવા ચાલક ગોપાલભાઈ મકવાણા ટક્કર મારતા આંખોના પલકારામાં જ એકટીવા ચાલક 42 વર્ષીય ગોપાલભાઈ નું મૃત્યુ નીપજી ગયું હતું. તથા તેની પાછળ બેસેલી તેની દીકરીને હાથ પગના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ પિતાનું મૃત્યુ થઈ જતા દીકરીઓએ કરું આંક્રન્દ સાથે પિતાને પોકારી રહી હતી.
આ બાબતે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જાણવા મળ્યું કે પરિવારમાં ગોપાલભાઈ એકમાત્ર કમાનાર વ્યક્તિ અને આધાર હતા. જે બાદ બે બાળકો એ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારના માથે દુઃખોનો પહાડે તૂટી પડ્યો હતો. આમ આ ઘટના સામે આવતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!