મુકેશ અંબાણી પુત્રવધુ રાધિકા મર્ચન્ટ સાથે નાથદ્વારા દર્શને પહોંચ્યા. ટૂંક જ સમય માં ભારતદેશવાસીઓ ને આપશે ખુશખબર.
ભારતના પૈસાદાર વ્યક્તિ એવા મુકેશ અંબાણી કે જેને જીઓ દ્વારા આખા ભારત દેશને એક અનોખી ભેટ આપી હતી. જ્યારે મુકેશ અંબાણીએ જીઓ સીમકાર્ડ શરૂ કર્યું ત્યારે લગભગ એક વર્ષ સુધી આખા ભારત દેશના જીઓ યુઝર કરતા ને ફ્રી માં ઇન્ટરનેટ સુવિધા આપી હતી. હાલ જીઓ માં ફોરજી નેટવર્ક ચાલી રહ્યું છે. એવામાં ભારત દેશવાસીઓને દિવાળી ઉપર મુકેશ અંબાણી એક અનોખી ભેટ આપવા જઈ રહ્યા છે.
આ બાબતે વધુ વિગતે વાત કરીએ તો જ્યારે મુકેશ અંબાણીએ ફોરજી નેટવર્કની શરૂઆત કરી હતી. ત્યારે તેને નાથદ્વારાથી ફોરજી નેટવર્કની શરૂઆત કરી હતી. એવામાં મુકેશ અંબાણી હાલમાં ફરી એકવાર નાથ દ્વારા ના આશીર્વાદ લેવા પહોંચી ચૂક્યા છે. એવામાં લોકો કહી રહ્યા છે કે હવે થોડાક સમયમાં મુકેશ અંબાણી ભારત દેશવાસીઓને 5જી નેટવર્ક પૂરું પાડશે.
મુકેશ અંબાણી ઉદયપુરના ડબુકમાં મહારાણા પ્રતાપ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારબાદ રોડ માર્ગ દ્વારા શ્રીનાથજી જવા નીકળ્યા હતા. શ્રીનાથજીના મંદિરમાં મુકેશ અંબાણીએ ભોગ અર્પણ કર્યો અને આરતી કરી હતી. આ સાથે જ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની થવાવાળી વહુ રાધિકા મર્ચન્ટ પણ તેમની સાથે પહોંચી હતી. મુકેશ અંબાણીએ શ્રીનાથજી મંદિરમાં પૂજા અર્ચના કર્યા બાદ મંદિરના ગોસ્વામી વિશાલ બાબા સાથે મુલાકાત કરી હતી. અને વિશાલ બાબા સાથે પુષ્ટિમાર્ગીય ઇતિહાસ પર ચર્ચા કરી હતી.
એક કલાક અને ત્રણ મિનિટ સુધી મુકેશ અંબાણી શ્રીનાથજી મંદિરમાં રોકાયા હતા. મુકેશ અંબાણીના પરિવારને શ્રીનાથજી ભગવાન પર અતૂટ શ્રદ્ધા હોય તે અવારનવાર દર્શન કરવા આવતા હોય છે. આમ હવે દિવાળીના દિવસોમાં ભારત દેશવાસીઓને કદાચ 5g નેટવર્કની ભેટ મુકેશ અંબાણી આપી શકે છે. મુકેશ અંબાણી અને તેનો પરિવાર આજે ખૂબ જ ધનિક વ્યક્તિઓની યાદીમાં સામેલ થઈ ચૂક્યો છે. લગભગ આખા વિશ્વમાં મુકેશ અંબાણીનું બારમું સ્થાન ધનિક વ્યક્તિઓની યાદીમાં આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!