Entertainment

રિસાયેલ શિક્ષિકા મેડમ ને મનાવવા માટે આ નટખટ બાળકે પોતાનું એડીચોટી નું જોર લગાવ્યું. ક્યૂટ બાળક પર ફિદા થઇ જશે. જુઓ વિડીયો.

Spread the love

સોશિયલ મીડિયા આજકાલ લોકો માટે મનોરંજન નું સાધન બની ચૂક્યું છે. સોશિયલ મીડિયા પર દેશ દુનિયાના અનેક વાયરલ વિડિયો જોવા મળતા હોય છે. ખાસ કરીને લોકોને ફની વીડિયો ખૂબ જ પસંદ આવતા હોય છે. જેમ જેમ દિવસો બદલાતા જાય તેમ તેમ બધી જ પરિસ્થિતિ બદલાતી જાય છે. એટલે કે ઘણા વર્ષો પહેલા બાળકો જ્યારે સ્કૂલમાં મજાક મસ્તી કરતા ત્યારે શિક્ષકો તેને મારી મારીને અધમુવા કરી દેતા હતા.

પરંતુ આજકાલના શિક્ષકો એવા છે કે બાળકની સાથે એવી રીતના પ્રેમથી વર્તન કરે છે કે તમે જોઈને કહેશો કે આપણા જમાનામાં આવા શિક્ષક હોત તો? એવો એક વિડીયો હાલ ટ્વીટર એકાઉન્ટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શિક્ષિકા અનેક બાળક વચ્ચે મીઠી રોકજોક જોવા મળે છે. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક નાનો બાળક કદાચ પહેલા અથવા બીજા ધોરણમાં અભ્યાસ કરતો હશે. તેની શિક્ષિકા મેડમ તે બાળકથી નારાજ થઈ ચૂકેલી છે.

તેને બંનેની વાતો પરથી લાગે છે કે બાળક અવારનવાર તોફાન કરતો હશે. તેને લઈને શિક્ષિકા મેડમ તે બાળકથી નારાજ થઈને બેસી ગયા છે. ત્યારે બાળક શિક્ષિકા મેડમને મનાવવા માટે બધું જ કરે છે. પોતાનું એડિ ચોટીનું જોર લગાવતો જોવા મળે છે. પરંતુ શિક્ષિકા મેડમ બાળકથી એટલા બધા નારાજ છે કે તે માનવા તૈયાર જ હોતા નથી. વીડિયોના અંતમાં જોઈ શકાશે કે બાળકે એવું કર્યું કે શિક્ષિકા મેડમ પછી માની ગયા હતા.. જુઓ વિડીયો.

આ ફની વીડિયો જોઈને લોકો પોત પોતાની રીતે પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે અમારા જમાના માં તો આવા શિક્ષકો હતા જ નહીં. તે લોકો તો અમને જાનવરની જેમ મારતા હતા. અને કેટલાક લોકો શિક્ષિકા મેડમને માતાનો દરજ્જો આપી રહ્યા છે. અને પોતાની કોમેન્ટો કરી રહ્યા છે આપણને રોજબરોજ આવા વિડીયો જોવા મળતા હોય છે.

તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *