સૂરતની મહિલા નો હત્યારો આવ્યો સામે નામ જાણી ચોકી જાસો! આ કારણે મહિલા ની થઈ હત્યા રોજ..
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે હાલમાં હત્યા ના બનાવો મા નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે આ બાબત આખા સમાજ માટે ઘણી દુઃખદ છે કારણ કે આવા આરોપીઓ જાહેરમા હથ્યાર લઈને નીકળી પડે છે અને કોઇની પણ પરવાહ કર્યા વિના લોકોનો જીવ લેતા પણ ખચકાતા નથી. આવા અપરાધી ના મન માંથી જાણે પોલીસ નો ડર વયો ગયો હોઈ તેવું લાગે છે.
આપણે સૌ જાણીએ છિએ કે થોડા સમય પહેલા જ સુરત કાપોદ્રાની ગૌતમ પાર્ક નામની સોસાયટીમાં રહેતી એક નેપાળી મહિલા કે જેનું નામ સ્નેહલતા બેન છે તેમની હત્યા કરવામાં આવી હતી જણાવી દઈએ કે સ્નેહલતા બેને થોડા સમય પહેલા જ પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જણાવી દઈએ કે આ પ્રકાશ ભાઈ ના બીજા લગ્ન હતા આ પહેલા તેમના લગ્ન આશા બહેન સાથે થયા હતા અને તેમને 14 વર્ષની પુત્રી પણ હતી જો કે પુત્રી નિધન પામી હતી પછી અમુક કારણો ને લઈને આશા બહેન અને પ્રકાશ ભાઈ વચ્ચે લડાઈ થતાં તેઓ છૂટાં થયા.
જે બાદ સ્નેહલતાબેન ની હત્યા નો આરોપ આશા બેન પર લાગ્યો હતો પરંતુ હાલમાં પોલીસે હત્યારા ને પકડી પડ્યો છે આ હત્યારો બીજું કોઈ નહીં પરંતુ મહિલા નો પ્રેમી પ્રકાશ રણછોડભાઈ પટેલ છે આરોપિએ હત્યા ની કબૂલાત કરી ઉપરાંત તેણે જે હથિયાર વડે સ્નેહલતાબેન ની હત્યા કરી હતી તે ક્યાં ફેક્યું છે તેની પણ માહિતી આપી છે.
જો વાત હત્યા ના કારણ અંગે કરીએ તો જણાવી દઈએ કે સ્નેહલતા બહેન પ્રકાશને બધી સંપત્તિ પોતાના નામે ખરીદ્યો ખરીદવા અને તમામ જગ્યાએ પોતાનું નામ કરવા દબાણ કરતી હતી. જેના કારણે પ્રકાશે પોતાની જમીન વેચી અને તેમાંથી મળેલા 45 લાખ રૂપિયાથી સ્નેહલતા માટે 11 લાખનું મકાન મુંબઈમાં અને 25 લાખનું મકાન સુરતમાં લઇ આપ્યું હતું.
પરંતુ હજુ પણ સ્નેહલતા વધુ સંપતિ ની માંગણી કરતી હતી જેના કારણે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા ઉપરાંત સ્નેહલતા મુંબઈ ભાગી જવાની ધમકી આપતી હતી. પરિણામે પ્રકાશએ સ્નેહલતા ની હત્યા કરી. જણાવી દઈએ કે તેમની એક પુત્રી પણ છે જેનો ટૂંક સમય માં પહેલો જન્મ દિવસ આવવાનો હતો પરંતુ આ ઘટના ને કારણે દિકરિ એ માતા પિતાનો સાથ ગુમાવ્યો.
જો વાત પ્રકાશ અને સ્નેહલતા ની મુલાકાત અંગે કરીએ તો જણાવી દઈએ કે પ્રકાશ ભાઈ ઝેરોક્ષ કામ સાથે સંકળાયેલા છે જ્યારે સ્નેહલતા અગાઉ મુંબઈમાં જય અંબે કંપનીમાં કામ કરતી હતી. આ કંપની ઝેરોક્ષ માટેના પ્રિન્ટિંગ કાગળનુ કામ કરતી હતી. આ સમયે પ્રકાશ આ કંપનીને ઓર્ડર આપતા પ્રકાશ અને સ્નેહલતા બંને સંપર્કમાં આવ્યા હતા. બંને વચ્ચે ત્યારે મિત્રતા થઇ હતી અને આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી.