EntertainmentGujaratIndiaNational

કશ્મીર ફાઈલ્સ ફિલ્મનો વધતો ક્રેઝ! લોકના પ્રેમના કારણે કશ્મીર ફાઈલસે સર્જ્યો નવો રેકોર્ડ જાણીને તમને પણ ખુશી થશે..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે બોલીવુડ આખા વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. લોકો ને બોલીવુડની ફિલ્મો જોવી પસંદ આવે છે. પરંતુ ફિલ્મોનું કામ ફક્ત લોકોને મનોરંજન આપવાનું જ સીમિત નથી પરંતુ એક સારી વાર્તા લોકોમાં ચર્ચાનો નવો દોર શરુ કરી શકે છે. હાલના સમયમાં લોકોમાં ફિલ્મોને લઈને ઘણો ક્રેઝ છે જેના કારણે લોકોમાં જાગૃક્તા લાવવાનું કે માહિતી આપવાનું કામ પણ ફિલ્મ જગત કરી શકે છે. જેનું ઉદાહરણ હાલમાં આપણે સૌ જોઈ રહ્યા છે.


કે જ્યાં એક ફિલ્મે આખી સમુદાય ની વેદના લોકો સમક્ષ રાખી અને જે બાબત ને લઈને લોકો છેલ્લા ૩૨ વર્ષથી વાત કરતા પણ ખચકાતા હતા. તે ને લઈને લોકો આજે મુક્ત પણે વાત કરતા થયા છે. આપણે અહી સુપર હીટ ફિલ્મ “ ધ કશ્મીર ફાઈલ્સ “ વિશે વાત કરવાની છે. જો વાત આ ફિલ્મ અંગે કરીએ તો તેમાં કાશ્મીરમાં કાશ્મીરી હિંદુઓ પર થયેલા અત્યાચાર ની વાત છે. કે કઈ રીતે જેહાદ ને લઈને કાશ્મીરી હિંદુઓ ને તેમના ઘર માંથી ભગાડવામાં આવ્યા.


અસંખ્ય કાશ્મીરી હિંદુઓ ને મારવામાં આવ્યા તેમની સંપતિને નુકશાન કરવામાં આવ્યું અનેક હિંદુ મહિલા સાથે બળાત્કાર અને હત્યા ના બનાવો બન્યા તેને લઈને આ ફિલ્મ છે. એક રીતે કહીએ તો આ ફિલ્મ કાશ્મીરી હિંદુઓ નો અવાજ છે કે જેમને પોતાના જ દેશમાં છેલ્લા ઘણા સમયથી શરણાર્થી ની જેમ રહેવા માટે મજબુર કરવામાં આવ્યા. એકજ રાતમાં અનેક હિંદુઓ ના કત્લે આમ થયા લાખો લોકો બેઘર થયા અને અનેક લોકોએ પોતાના સ્વજન ખોયા જેને લઈને આ ફિલ્મ છે.


જો કે આ ફિલ્મ રીલીઝ થયા ની સાથે જ વિવાદ માં જોવા મળી હતી અમુક ટીવી શોએ ફિલ્મ પ્રમોશન માટે ના પાડી તો અમુક થીયેટર માં ફિલ્મ રીલીઝ ના કરવામાં આવી તો આજે પણ ઘણા થીયેટર છે કે જ્યાં ફિલ્મ તો ચાલે છે પરંતુ ફિલ્મના પોસ્ટર લગાવવામાં આવ્યા નથી ફિલ્મ રિલીઝને રોકવાની પણ ઘણી મહેનત અમુક લોકો દ્વારા કરવામાં આવી તેમની ઈચ્છા હિંદુઓ નો અવાજ દબાવવાની હતી.
પરંતુ આમ થયું નહિ અને ઓછા બજેટ તથા ઓછી સ્ક્રીન માં રીલીસ થયા પછી પણ આ ફિલ્મ નવા નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી છે. ફિલ્મના સવાર બોપોર સાંજ ના દરેક શો હાઉસ ફૂલ જોવા મળી રહ્યા છે. શરૂઆત માં ફક્ત ૭૦૦ સ્ક્રીન મેળવનાર અ ફિલ્મ ની ડીમાંડ વધતા આજે ૨૦૦૦ કરતા પણ વધુ સ્ક્રીન પર જોવા મળી છે. કશ્મીર ફાઈલ્સ ને હીટ બનાવવાની જવાબદારી જાણે જાહેર જનતાએ ઉપાડી હોઈ તેમ લોકો તેનું સ્વૈચ્છાએ પ્રમોશન કરી રહ્યા છે.


લોકો કાશ્મીરી હિંદુઓ ના દર્દ ને જાણી રહ્યા છે ફિલ્મ જોનાર દરેક લોકોની આખો ભીની છે અને લોકોના મનમાં અનેરો દેશ ભક્તિ નો ભાવ છે. આ ફિલ્મ ને વધુ સ્ક્રીન મળી રહે તે માટે અનેક ફિલ્મ નિર્માતાઓએ પોતાની ફિલ્મો પોસ્બોન રાખી છે. જો કે આ ફિલ્મને જેટલો પ્રેમ મળી રહ્યો છે આટલો પ્રેમ કદાચ જ કોઈ ફિલ્મને મળ્યો છે. મોટા રાજનેતાઓ થી લઈને ક્રિકેટરો પણ ફિલ્મના વખાણ કરી રહ્યા છે. આ ફિલ્મનો જાદુ ફક્ત ભારતમાં જ નહિ પરંતુ આખા વિશ્વમાં જોવા મળી રહ્યો છે.

જો વાત ફિલ્મની કમાણી અંગે કરીએ તો લો બજેટ હોવા છતા પણ આ ફિલ્મ કમાણી ના નવા આયામ સર કરી રહી છે. ૧૧ માર્ચ ના રોજ રીલીઝ આ ફિલ્મ ના દરેક શો આજે પણ હાઉસ ફૂલ છે. માત્ર થોડા જ દિવસમાં ફિલ્મની કમાણી ૫૦ કરોડ ને પાર થઇ ગઈ છે. ટ્રેડ એનાલીસ્ટ ના જણાવ્યા અનુસાર આ ફિલ્મ એક પ્રકારે સુનામી છે તેના ફેન્ટસ્ટીક ટ્રેન્ડીંગ, ફૂટ્ફોલ્સ, ઓક્યુપન્સી, નંબર્સ બધું વધી રહ્યું છે. આ ફિલ્મ માત્ર ૫ દિવસમાં જ બ્લોક બસ્ટર સાબિત થઇ છે.
જો વાત દરેક દિવસ ની કમાણી અંગે કરીએ તો જણાવી દઈએ કે પહેલા દિવસે ફિલ્મ ૩.૫૫ કરોડ બીજા દિવસે ૮.૫૦ કરોડ ત્રીજા દિવસે અને ચોથા દિવસે ૧૫ કરોડ કરતા વધુ જયારે પાંચવા દિવસે ૧૮ કરોડ કરતા વધુનો કારોબાર ફિલ્મે કર્યો છે આમ ફિલ્મની આત્યાર સુધી ની કુલ કમાણી ૬૦.૨૦ કરોડ છે. અને હજુ પણ અનેક સ્ક્રીન મળી રહી છે જેથી ટુક સમયમાં ફિલ્મ ૧૦૦ કરોડ ક્લબ માં સામેલ થશે તેવી સંભાવના છે.

જણાવી દઈએ કે આ ફિલ્મને લઈને અનેક રાજ્યોએ ફિલ્મને ટેક્ષ ફી કરી છે. હાલમાં જ ફિલ્મની ટીમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ત્યાર બાદ ગૃહ મંત્રી અમિતશાહ ને મળી હતી, જેમણે પણ ફિલ્મના ઘણા વખાણ કર્યા છે. જણાવી દઈએ કે પ્રધાનમંત્રીએ જ કશ્મીર માંથી ધારા ૩૭૦ હટાવી છે. આ ફિલ્મ દરેક વ્યક્તિએ અચૂક જોવી જોઈએ. જો તમે પણ આ ફિલ્મ જોઈ છે તો તમારા અનુભવ અન્યને જણાવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *