Gujarat

સુરત- આ કોઈ હિન્દી મુવી નું શૂટિંગ નથી. પરંતુ, પોલિસ અને બુટલેગરો વચ્ચે ની જંગ છે..જુઓ વિડીયો.

Spread the love

આપણા ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ આપણા ગુજરાતમાં સૌથી વધુ લોકો દારૂ પીતા જોવા મળે છે. અને સાથે સાથે બુટ લેગરો પણ આ ધંધો કરીને લાખો અને કરોડોની કમાણી કરતા જોવા મળે છે. પોલીસ અનેક જગ્યાએ રેડ પાડતી હોય છે છતાં પણ બુટ લેગરો બેફામ રીતે ધંધો કરતા હોય છે. હાલ ગુજરાતમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે બિહાર, ઉત્તર પ્રદેશ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. એટલે કે હાલ ગુજરાતમાં ખાખી વર્દીનો કોઈ ડરના રહ્યો હોય તેમ લોકો બેવફા દારૂનો ધંધો કરી રહ્યા છે.

આપણા ગુજરાતમાંથી હમણાં થોડા સમય પહેલા જ બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ થયો હતો. જેમાં અનેક લોકો મૃત્યુ પામ્યા હતા. પરંતુ બુટલેગરો ખાસ કરીને ઇંગ્લિશ દારૂની હેરફેર કરીને લાખોથી કરોડો રૂપિયાની કમાણી કરતા હોય છે. હાલ સુરત જિલ્લામાંથી એક હચ મચાવતો વિડિયો સામે આવ્યો છે. જેમાં સુરત જિલ્લામાં એક બુટ લેગરોની કારને પકડવા માટે પોલીસ તેની કાર લઈને તેની પાછળ ગઈ તો બુટ લેગરો ને પોલીસ પકડે તે પહેલા ભાગવામાં સફળ રહ્યા હતા.

આ ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના ઉમરપાડા માંથી એક વિદેશી દારૂ ભરેલ કર આવી રહી હોય તેવી બાતમી પોલીસને મળી હતી. આ બાતમી ને આધારે પોલીસે બુટલેગરો ને ઝડપવા માટેની જાળ બિછાવીને તેને અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જેમાં જ્યારે આ પોલીસ કર્મીઓની કાર બુટલેગરોની પાછળ ગઈ ત્યારે બુટલેગરો એ ફૂલ સ્પીડ કાર ચલાવી અને ભાગી ચૂક્યા હતા. આ બુટ લેગરોની કારનો પીછો કરી રહેલા બે પોલીસ કરમી કે જે બાઈકમાં સવાર હતા તે બાઈકને બુટલેગરે ટક્કર મારી પરંતુ પોલીસ કર્મીઓને નાની મોટી ઈચ્છાઓ થઈ હતી..જુઓ વિડીયો.

અને બાઈકને ખાસ્સું એવું નુકસાન થઈ ચૂક્યું હતું. આ પછી બુટ લેગરો ઉમરપાડા તાલુકાના શારદા ગામ નજીક પોતાની વિદેશી દારૂ ભરેલી કાર મૂકીને નાસી ગયા હતા. આ બાબતે પોલીસે કાર અને વિદેશી દારૂ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટના ગયા સોમવારના રોજ બની હતી. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મોટી કાર પોલીસ કર્મીને બાઈકને ટક્કર મારીને નાસી ચૂકે છે.

અને પોલીસ કર્મી તેને રોકવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. પરંતુ તે લોકો નાસિ છૂટવામાં સફળ રહે છે. ત્યારબાદ પોલીસ કર્મી ની એક કાર પણ તેની પાછળ પાછળ જાય છે. ત્યારબાદ તે લોકો પોતાની કાર મૂકીને નાસી ચૂક્યા હતા. આવી ઘટના બનતા લોકોમાં ભારે ગુસ્સો દેખાઈ રહ્યો છે. કારણ કે આવા અનેક બનાવો ગુજરાતમાંથી વારંવાર સામે આવતા રહે છે. અને તંત્ર દ્વારા કઈ જ પણ કરવામાં આવતું હોતું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *