વડોદરા- સેક્સ બદલનાર મહિલા ના પ્રેમી એ ડ્રગ ના નશામાં ટ્રાન્સ વુમન સાથે જે વર્તન કર્યું તે જાણી ને હચમચી જશે.
આપણા સમાજમાંથી અવારનવાર યુવતીઓ સાથે મારપીટની ઘટનાઓ બનતી હોય છે. ક્યારેક લગ્ન બાદ દહેજ બાબતે યુવતીઓ સાથે મારપીટ કરવામાં આવતી હોય છે. તો ક્યારેક બળાત્કાર જેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં યુવતીઓ સામે મારપીટ ની ઘટના બનતી હોય છે. એવી જ એક ઘટના હાલ ગુજરાતમાંથી સામે આવેલી છે. તેમાં વડોદરામાં રહેતી એક ટ્રાંસ વુમેન સાથે આ ઘટના બની હતી.
વધુ ઘટનાની જાણકારી મેળવીએ તો વડોદરામાં સન ફાર્મા રોડ પર રહેતી ટ્રાન્સવુમન માનવી વૈષ્ણવે તેના બોયફ્રેન્ડ ની સામે ડ્રગ્સના નશામાં પોતાની સાથે ઢોર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે તેને જેપી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ ડ્રગ એડિટ યુવાનની ધરપકડ પોલીસે કરી તેને વધુ તપાસ હાથ ધરી હતી. પરંતુ ફરિયાદ કરનાર માનવી વૈષ્ણવે કહ્યું કે, પોલીસે આ બાબતે ndps ની કોઈ કાર્યવાહી કરી ન હતી. અને પોલીસ સામે નારાજગી વ્યક્ત કરી હતી.
માનવી વૈષ્ણવ જે સંન ફાર્મા રેસીડેન્સીમાં એકલી રહી છે. અને લક્ષ ટ્રસ્ટમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. માનવી અને પુનિત છેલ્લા એક વર્ષથી સાથે રહે છે. પરંતુ છેલ્લા એક થી બે માસથી બંને અલગ રહે છે. પુનિત સુરતમાં તેના માસીના ઘરે રહે છે. અને તે ડ્રગ લેવાની લત કારણે બીમાર પડ્યો હતો. છેલ્લા બે દિવસથી માનવીની વાત પુનિત સાથે થઇ ન હતી. અને માનવી એ પુનિત નો નંબર પણ બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો. પુનિત 18 ઓગસ્ટના રોજ બીમાર પડ્યો અને સારવાર અર્થે ઘરે આવ્યો હતો.
જે બાદ 19 ઓગસ્ટના રોજ ડ્રગ ને કારણે બીમાર પડનાર પુનિતે માનવીને ઢોર માર માર્યો હતો. માનવીના હાથ પગ પર ખૂબ જ ઇજા ઓ પહોંચાડી હતી. આ બાબતે પોલીસે ફરિયાદ નોંધી ધરપકડની કાર્યવાહી આગળ ચલાવી હતી. આમ આપણા સમાજમાંથી આવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. અને વારંવાર મહિલાઓ જ આનો ભોગ બનતા હોય છે. હાલમાં જ સુરતમાંથી એક બીઆરટીએસ બસમાંથી એક યુવતી સાથે ત્રણ કંડકટર દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. શરુ બીઆરટીએસ બસમાં યુવતી સાથે છેડતી કરવામાં આવતી હતી. ત્યારબાદ પોલીસે ગુનેગારોની ધરપકડ કરી હતી. આમ મહિલાઓ વારંવાર આવી ઘટનાનો ભોગ બનતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!