Gujarat

સો.મીડિયા મારફતે થયેલ પ્રેમ માં ડોક્ટર યુવતી ને સંબંધ રાખવા ન હતા. પરંતુ યુવક ની હરકત થી કંટાળી યુવતી એ કર્યું એવું કે..

Spread the love

આપણા સમાજમાંથી યુવતીઓને અને દીકરીઓને હેરાન કરવાના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. લોકો યુવતીઓ પાછળ એટલા બધા પાગલ થઈ જતા હોય છે કે તે લોકો તેનો અલગ અલગ રીતે પીછો છોડતા હોતા નથી. એવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં એક યુવક યુવતી ની પાછળ એટલો બધો પાગલ થઈ ગયો કે તેને રોજબરોજ હેરાન કરવાના અલગ અલગ બહાના હેઠળ હેરાન કરતો હતો. યુવતીને અલગ અલગ 17 નંબર પરથી રોજ ફોન કરતો અને મેસેજ કરતો હતો.

આખરે યુવતીએ કંટાળીને એવું પગલું ભર્યું …કે આ કિસ્સો હાલ અમદાવાદથી સામે આવ્યો છે. જેમાં એક ડોક્ટર યુવતીની એક યુવકની સાથે મેટ્રોમોનીયલ સાઈટ એટલે કે લગ્ન વિશે એક વેબસાઈટ ઉપર બંનેની મુલાકાત થઈ હતી. વર્ષ 2019 માં ડોક્ટર યુવતી ની મુલાકાત લગ્ન વિષયક વેબસાઈટ ઉપર વાડજના એક વ્યક્તિ સાથે થઈ હતી. બંને એકબીજાના સંપર્કમાં આવ્યા. અને નજીક આવ્યા. બંને પહેલી મુલાકાત એક કેફે માં કરી હતી. બાદમાં થોડા દિવસો પછી થયું એવું કે યુવતીએ યુવકને કહ્યું કે હવે તે તેની સાથે લગ્ન કરવા માંગતી નથી.

યુવકે કહ્યું કંઈ વાંધો નહીં. પરંતુ આપણે મિત્ર તો રહી શકિએ ને. યુવતી તે યુવકની સાથે મિત્રતા રાખી પરંતુ યુવક યુવતીના ક્લિનિક પર અલગ અલગ બહારના હેઠળ આવતો. ક્યારેક તેના મિત્રને સારવાર માટે આવતો તો ક્યારેક પોતે સારવાર માટે આવતો. યુવતીને લાગ્યું કે આનાથી દૂર રહેવામાં જ મારી ભલાય છે. આથી તેને યુવક ને કહી દીધું કે હવે તે તેની સાથે કોઈ સંબંધ રાખવા માંગતી નથી. અને તે તેને બહાના કાઢીને મળવાનું બંધ કરે તેમ છતાં યુવક યુવતીના મોબાઈલ ઉપર વારેવારે કોલ કરતો વારેવારે મેસેજ કરતો.

યુવતીએ કંટાળીને તેને બ્લોક કરી દીધો. તો યુવક અલગ અલગ 17 નંબરો માંથી યુવતીને ફોન અને મેસેજ શરૂ જ રાખતો હતો. યુવતી આખરે કંટાળીને યુવકની બહેનને આ વાત જણાવી. સાથે સાથે યુવતી અને તેનો પરિવાર યુવકના ઘરે ગયો યુવકના પરિવારને આખરી ચેતવણી આપી. અને યુવકના પરિવારે કહ્યું કે આ એની ભૂલ થઈ ગઈ હવે આવું કરશે નહીં.

પરંતુ આ યુવક ને નાક અને કાન ન હોય તેવી રીતના સોશિયલ મીડિયા મારફતે તેને હેરાન કરવાનું ચાલુ જ રાખ્યું. અને દરરોજ યુવતીને અલગ અલગ નંબર પરથી મેસેજ અને ફોન કર્યા રાખતો હતો. અને કહેતો કે મને અનબ્લોક કરો. આખરે યુવતીથી આ બધું સહન ન થતા. યુવક વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *