Gujarat

PI ની બદલી થતા આખુંય ગામ હીબકે ચડ્યું..સહકર્મી સાથે આમ જનતા એ પણ આપી નાની-મોટી ભેટ..જુઓ ફોટા.

Spread the love

આપણા ભારતમાં અને ગુજરાતમાં જાહેર જનતાની સેવા માટે પોલીસ હંમેશા ખડે પગે કામ કરતી હોય છે. ગમે એવો મોટો તહેવાર હોય પોલીસ ચોવીસ કલાક ખડે પગે ઉભી રહીને જાહેર જનતાની સેવા કરતી હોય છે. ટાઢ હોય કે તડકો હોય કે પછી ધોધમાર વરસાદ હોય જાહેર જનતા મુસીબતમાં પડે છે ત્યાં પોલીસ આવીને મદદ કરતી હોય છે. કેટલાક પોલીસ કર્મીઓ એવા હોય છે કે જે ગરીબ લોકોની એવી મદદ કરતી હોય છે કે તેવી મદદ તો તેના ઘરના લોકો પણ ના કરતા હોય.

કેટલાક ગામડામાં આવેલા પોલીસ સ્ટેશનમાં એવા અધિકારીઓ જોવા મળે છે કે જે આખા ગામની રોનક બદલી નાખતા હોય છે. અને જ્યારે ગામમાંથી તેની બદલી અન્ય જગ્યાએ થતી હોય છે ત્યારે ગામના લોકો અને પોલીસ અધિકારીના સહકર્મી દ્વારા તેને ભીની આંખે વિદાય આપવામાં આવતી હોય છે. એવી જ એક ઘટના હાલ ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના પોલીસ મથકમાંથી સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ફરજ બજાવતા પી.આઇ જીતુભાઈ ચૌધરી..

કે જેની હાલમાં જિલ્લામાં બદલી થતાં તેનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. આ વિદાય સમારોહમાં ગામના મોભીઓ સાથે ગામની આમ જનતા પણ ઉપસ્થિત રહી હતી. અને ભીની આંખે વિદાય આપવામાં આવી હતી. આ વિદાય સમારોહમાં પીઆઇ જીતુભાઈ ચૌધરીને સાફો પહેરાવવામાં આવ્યો હતો. તેના ઉપર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. સાથે પીઆઈ સાહેબને સાલ ઓઢાડીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કોરોના કાળ દરમિયાન જીતુભાઈ ચૌધરીએ આ પોલીસ મથકમાં રહીને ખૂબ જ દયા ભાવથી લોકોને મદદ કરી હતી.

જીતુભાઈ ની બદલી અન્ય જગ્યા થઈ જતા વિદાય સમારોહના કાર્યક્રમમાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સામાન્ય જનતા એ પણ જીતુભાઈ ચૌધરીને નાની મોટી ભેટ આપીને તેમનું સન્માન કર્યું હતું. આમ આવા અનેક પોલીસ અધિકારી હોય છે કે જે તેના ઘર પરિવારની ચિંતા કરતા પહેલા આમ નાગરિકોની ચિંતા કરતા હોય છે. અને લોકોને સતતને સતત મદદ કરતા હોય છે. આપણે સોશિયલ મીડિયામાં પણ જોઈ શકતા હોઈએ છીએ કે પોલીસ દ્વારા ચોમાસાની ઋતુમાં પણ ઘણા લોકોને મદદ કરીને તેનું રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતું હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *