અનેક વિસ્તારમાં વર્ષી રહેલ ભારે વરસાદ ને કારણે ફરી એક વાર જળસંકટ ઉભો થાઈ તેની આશંકા છે તેવામાં ઉકાઈ ડેમ માંથી મોટા સમાચાર…
આપણે સૌ જાણીએ છીએ કે આ વરસાદ ની ઋતુ માં મેઘ રાજા સમગ્ર પ્રદેશ સહીત આખા દેશ પર પ્રસન્ન થઈને સમગ્ર પંથક માં મન મુકીને વર્ષ્યા છે જેને કારણે અમુક વિસ્તાર કેજે સાવ સુકાઈ ગયા હતા તેઓ ફરી લીલા છમ બની ગયા છે. જ્યારે આવા ભારે વરસાદ ના કારણે ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે. જો કે હાલ મેઘ રાજાએ રાજ્ય માંથી સત્તાવાર રીતે વિદાય લીધી છે. પરંતુ દેશના અનેક ભાગો માં હજી પણ ભરપૂર પ્રમાણ માં વરસાદ વરસતો જોવા મળે છે.
ગુજરાત માં વરસાદે વિદાય લઇ લીધી છે પરંતુ બંગાળ ની ખાડીમાં ઉદ્ભવેલ નવી સિસ્ટમ ને કારણે ઉત્તરાખંડ સહીત અનેક રાજ્યોમાં હાલ ભરપૂર વરસાદ જોવા મળી રહ્યો છે. જેને કારણે ઉકાઈ ડેમમાં જળ સપાટી માં વધારો જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં વરસાદએ હવે રજા લીધી છે પરંતુ ઉકાઈ ડેમના ઉપર વાસમાં આવતા જોરદાર વરસાદ ને કારણે ડેમની જળ સપાટી માં સત્તત વધારો જોવા મળી રહ્યો છે.
આપણે સૌ જાણીએ છીએ તેમ આ ડેમ સુરત શહેર સહીત સમગ્ર દક્ષિણ ગુજરાત માટે ઘણોજ મહત્વનો છે તેવામાં આ ડેમ ઘણી વાર આ પંથક માટે આશીર્વાદ તો ઘણી વાર મુશ્કેલીઓ નું કારણ બને છે. તેમાં પણ 2006 ની ઘટના બાદ વરસાદ ની ઋતુમાં આ ડેમ માટે સમગ્ર સુરત તંત્ર ખાડે પગે રહે છે આજ વખતે પણ વરસાદ પહેલા અહીં નવનિર્માણ કામગીરી હાથ ધરી ડેમને આવતા વરસાદ માટે તૈયાર કરવાંમાં આવ્યો હતો.
આ ડેમમાં અત્યાર સુધી જળ સપાટી ઘણી ઓછી હતી પરંતુ છેલ્લા એક થી દોઢ મહિનામાં આવેલ ભારે વરસાદ ને કારણે ઉકાઈ ડેમ ની જળ સપાટી માં એકા એક ધરખમ વધારો થયો હતો. આ ડેમમાં હાલ 1.12 લાખ ક્યુસેક પાણી ની આવક શરૂ છે. અને ડેમ ની જળ સપાટી 345.30 ફૂટ છે. જેને કારણે અહીંના સત્તાધીશોએ ડેમ માંથી 98 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે.
જેના માટે આ ડેમના છ દરવાજા સાડા છ ફૂટ જયારે એક દરવાજો પાંચ ફૂટ સુધી ખોલવાનો નિર્ણય લેવાયો છે. મંગળવાર એટલેકે 19 ઓક્ટોબર ના રોજ સવાર ના 11 વાગ્યા થી ડેમમાંથી 90 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેને ધીરે ધીરે 98 હજાર ક્યુસેક સુધી લઇ જવાનો વિચાર છે. ડેમમાંથી છૂટતા આ પાણી ને કારણે તાપી નદીમાં એકા એક પાણી નું સ્તર માં વધારો નોંધાયો છે.
નદીમાં વધતા પાણીના સ્તર ના કારણે નીચાણ વાળા ક્ષેત્રોમાં પાણી ભરાઈ જવાની સંભાવના ના કારણે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. છેલ્લા 25 થી 26 દિવસોમાં આ ડેમ માંથી સુરત શહેર ને 9 વર્ષ ચાલે તેટલું પાણી એટલેકે 3539 એમસીએમ પાણી દરિયામાં છોડી દેવામાં આવ્યું છે. જ્યારે 18 ઓક્ટોબર સુધીમાં ઉકાઈ ડેમમાંથી 35000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.