પારિવારિક ઝઘડાએ લીધો માસૂમ બાળક મોં જીવ માતાએ જ પોતાના બાળકને માર્યો જે બાદ…
મિત્રો આપણે સૌ જાણીએ છિએ કે દરેક વ્યક્તિના જીવનમાં પરિવાર નું કેટલું મહત્વ છે. પરિવાર એ દરેક વ્યક્તિને તાકાત આપે છે. ખરાબ પરિસ્થિતિમાં પણ પરિવાર ના લોકો એક બીજા ની સાથે રહે છે. અને આવનારી તમામ મુસિબત નો સામનો ભેગા મળી ને કરે છે તેવામાં ઘણી વખત પરિવાર ના લોકો માં મત ભેદ હોઈ શકે પરંતુ તેમના વચ્ચે ક્યારે પણ મન ભેદ હોતા નથી.
મત ભેદ ના કારણે ઘણા પરિવાર માં ઝઘડા પણ થતાં હોઈ છે. પરંતુ ઘણી વખત આવી નાની નાની બાબતે થયેલા ઝઘડાઓ ઘણું મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. આપણે અહીં એક એવા જ અમાનવીય ઘટના અંગે વાત કરવાની છે કે જ્યાં એક માતાએ ઘર કંકાસ ના કારણે જાતે પોતાનાજ પુત્રને ઝેર આપીને મારી નાખ્યો અને પોતે પણ આત્મ હત્યા અંગે પ્રયાસ કરીયો જો કે તે સફળ થઈ નહીં.
આ અમાનવિય ઘટના પ્રથમગઢ ગામની છે. અહીં ના રહેવાસી આકાશ અને તેની પત્ની ની આ વાત છે. મિત્રો જણાવી દઈએ કે આકાશ કાર ચલાવે છે. આકાશ અને સોનમ ના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. તેમને એક અક્ષિત નામનો પુત્ર પણ છે. જણાવી દઈએ કે સોનમ વારંવાર પોતાના પિયર જતી હતી. જેના કારણે તેની અને આકાશ વચ્ચે ઝઘડા થતા હતા.
જો કે થોડા સમય પહેલા સોનમ પિયર ચાલી ગઈ હતી. જોકે થોડા સમય પછી સોનમના પરિવારે તેને સાસરે પરત મુકવા આવ્યા હતા. પરત આવ્યા પછી પણ તેમનો ઝઘડો ચાલુ રહ્યો હતો.
ઘર કંકાસ ના કારણે સોનમે પહેલા પોતાના પુત્રને ઓલ આઉટ પિવડાવી ને તેની હત્યા કરી અને પછી પોતે પણ ઝેરી પદાર્થ પીને આત્મ હત્યા કરવાની કોસીસ કરી હતી. પરંતુ તેનો જીવ બચી ગયો હતો પુત્રના મૃત્યુ પછી પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી અને પોલોસ દ્વારા તપાસ મહિલાએ પોતે હત્યા અંગે કબૂલાત કરી.