Categories
Gujarat

નરેન્દ્રમોદી સ્ટેડિયમ ઉડાવાની ધમકી મળતા સુરક્ષામાં વધારો!! ધમકી આપનારો પોલીસના ઝબ્બે, શા માટે આપી હતી ધમકી??જાણો

હાલમાં જ એક ચોંકાવનારી ખબર સામે આવી છે, સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે મોદી સ્ટેડિયમ ઉડાવવાની ધમકી આપનાર ઝડપાયો:500 કરોડની માગણી કરતો ઈ-મેઈલ આ યુવકે કર્યાની શંકા. આ ધમકી શા માટે આપી તે અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ સમગ્ર બનાવ શું છે? આપણે જાણીએ છે કે ગુજરાતમાં એશિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ આવેલું છે, જેનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે.

હાલમાં જ આ સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી આપતો ઈ મેઈલ મળ્યોહતો. આ બનાવના પગલે અલગ અલગ એજન્સી દ્વારા પણ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સંદેશ ન્યુઝના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાનથી મારી નાખવાની ધમકી અપાઇ હોવાનો NIAને ધમકીભર્યો ઇ મેઇલ મળ્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને પણ ઉડાવવાની ધમકીનો ઉલ્લેખ કરાયો છે. ઈ-મેઇલ મોકલનાર રાખસે રૂ.500 કરોડની ખંડણી અને જેલમાં બંધ ડોન લોરેન્સ બિશ્નોઈને પણ છોડી મુકવાની માગ કરી છે. પોલીસ દ્વારા ઇ મેઇલ કયા IP એડ્રેસ પરથી તપાસ શરૂ કરેલ અને આખરે એમપીના યુવકની ઘરપકડ કરવામાં આવેલ.

આપણા અમદાવાદમાં કુલ પાંચ મેચ યોજાવવાની છે જે તમામ માટે પોલીસ અને સુરક્ષા એજન્સીની ટીમ દ્વારા થ્રી લેયરની સુરક્ષા વ્યસ્થા કરવામાં આવી છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે મકી આપનાર યુવક રાજકોટથી પકડાયો છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ રાજકોટમાં રહેતા વીડિયો બ્લોગર એ માત્ર મજા લેવા માટે આ પ્રકારની ધમકી આપેલ. હાલમાં આ બનાવના પગલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Categories
Gujarat

આ ગામમાં આવેલ છે 500 વર્ષ જૂનો વડલો જે, દર વર્ષે 3 ફૂટ વધે છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ મુલાકત લીધેલ..

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના હાલીસા ગામ પાસે આવેલાં કંથાપુર ગામમાં મહાકાય વડ આવેલ છે. આ વડ 500 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. લોકો તેને મીની કબીર વડપણ કહે છે. સરકારે આ સ્થળનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે.

હાલમાં જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ એ કહ્યું કે,, “પ્રાથમિક તબક્કે અહીં નયનરમ્ય લેન્ડસ્કેપિંગ, ધ્યાન-યોગ માટેની જગ્યા, એક્ઝિબિશન હોલ, પાથ-વે, ગેધરિંગ એરિયા સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમને પણ આ વડની મુલાકાત લીધેલ. ચાલો આ વડ વિશે વધુ માહિતી જાણીએ.

અતિ પૌરાણિક વડલાની વચ્ચે એક મંદિર પણ આવેલું છે. આ મંદિરમાં મહાકાળી માતા બીરાજે છે. ખાસ વાત એ છે કે, અહીંયા દર વર્ષે નવરાત્રીમાં લોકમેળો ભરાય છે. અહીં મહાકાળીનું મંદિર હોવાથી તેમજ સ્થળ આહલાદક હોવાથી અહીં દર વર્ષે પ્રવાસીઓ આવતા રહે છે. ગુજરાતમાં વિશાળ વૃક્ષમાંકબીરવડ બાદ કંથારપુર વડની ગણતરી થાય છે. આ વડ 40 મીટર ઊંચો અને 2.5 વિઘા જમીનમાં ફેલાયેલો છે. દર વર્ષે વડ ચારેબાજુ 3 મીટર જેટલી ફેલાય છે.

વડ દર વર્ષે 3 ફૂટ જેટલો ફેલાય છે. વડની આસપાસ ખેડુતોની જમીન આવેલી છે. પણ ખેતરમાં વડ ભલે ફેલાય પણ ખેડૂતો તેને કાપતા નથી. આસપાસના ખેડૂતો પણ વડને પોતાના ખેતરમાં ફેલાવા દે છે પણ તેને કાપતા નથી. અહીં ખેડૂતોની જમીનની કિંમતની વાત કરીએ તો વિધાન 15થી 25 લાખ ભાવ છે. આમ છતાં ખેડૂતો ધાર્મિક આસ્થાને લીધે વડના કારણે લાખોની જમીન જતી કરે છે.

વડ માત્ર પ્રાકૃતિક અને ધાર્મિક મહત્વ ઉપરાંત વડને લીધે સ્થાનિકોને રોજગારી પણ મળી રહે છે. વડની આસપાસ 29થી 25 જેટલી નાની મોટી દુકાન અને પાથરણા આવેલા છે, જેના થકી 30થી 40 પરિવારને રોજગારી મળે છે.હાલમાં જ સરકારે 10 કરોડથી વધારેના ખર્ચે આ સ્થળનો વિકાસ કરવાનું નક્કી કર્યું છે. આ વડ એટલો ઘટાટોપ છે કે તેની વડવાઈઓ અને ડાળીએ અડધા એકર વિસ્તારમાં ફેલાયેલી છે. આ સ્થળને 2006ના વર્ષમાં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

Categories
India

આ વૃદ્ધ માડીનો સંકલ્પ તો જુઓ ! પોતાની 25 વીઘા જમીન દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નામે કરશે….કારણ એવું કે જાણી ચોકી જશો

આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી વિશ્વમાં એક ખુબ સુવિખ્યાત નામ બની ગયું છે. ફક્ત આપણા ભારત દેશમાં જ નહીં પરંતુ દુનિયામાં અનેક જગ્યાએ મોદી મોદીના નારા ગુંજતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાનનું પદ સંભાળી રહ્યા છે એવામાં તેઓએ પોતાન રાજનીતિક કરિયરમાં અનેક એવા કામો કર્યા છે જેના લીધે તેઓને હાલ પોતાની નવી ઓળખ મળી છે. અમુક લોકો નરેન્દ્રભાઈ મોદીની તસ્વીર પોતાના ઘરમાં રાખી પૂજા કરી રહ્યા છે તો અમુક લોકો ટેટુ પડાવી રહ્યા છે.

આવા અનેક એવા વ્યક્તિઓ છે જે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કામોથી પ્રસન્ન છે, એવામાં મધ્યપ્રદેશ માંથી એક ખુબ અનોખો કિસ્સો સામે આવ્યો છે જ્યા એક મોટી ઉંમરના માડી નરેન્દ્રભાઈ મોદીના ખુબ મોટા ફેન છે આના કારણે તેઓએ મીડિયા સમક્ષ કહ્યું કે તેઓ પોતાની 25 વીઘા જેટલી જમીનને નરેન્દ્રભાઈ મોદીના ના નામે કરી આપવાના છે. આ માડી નરેન્દ્રભાઈ મોદીના કામથી ખુબ જ વધારે પ્રસન્ન છે આ કારણે જે તેઓ આવું કાર્ય કરી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર એવું પણ સામે આવ્યું છે કે આ વૃદ્ધ મહિલા પીએમ મોદીને પોતાના દીકરા સમાન માને છે આથી તેઓ મીડિયા સમક્ષ પણ એવું કહ્યું હતું કે ‘મોદી મારો લાલ મારો દીકરો છે, અમને ઘઉં,ચોખા તથા ખેતી માટે બીજ આપ્યા છે અમારો ઈલાજ કરાવી રહ્યા છે રહેવા માટે કોલોનીમાં ઘર આપ્યું છે, મને વિધવા પેંશન પણ આપી રહ્યો છે.’ આ માડીએ કહ્યું કે તેઓએ ક્યારેય અસલ જીવનમાં પીએમ મોદીને જોયા નથી ફક્ત ટીવીના માધ્યમથી જોયા છે.

તમને જણાવી દઈએ કે આ વૃદ્ધ મહિલાનું નામ માંગીબાઈ છે જે પીએમ મોદીના ખુબ જ મોટા એવા ફેન છે, માંગીબાઈએ જણાવ્યું કે ‘હું મારા લાલ મારા દીકરાને મળવા માંગુ છું તેના માથા પર હાથ રાખીને તેને આશીર્વાદ આપવા માંગુ છું અને તેને ફક્ત એટલું જ કઈશ કે તે થોડું પેંશન વધારી આપે.” માંગીબાઈએ કહ્યું હતું કે તેમને કુલ 14 દીકરા છે જેમાં પીએમ મોદીનો સમાવેશ થાય છે, આ તમામ દીકરાઓમાં નરેન્દ્રભાઈ મોદી તેમના સૌથી પ્રિય પુત્ર છે, તેઓ મીડિયા સમક્ષ કહે છે કે જેટલું તેમના સગા દીકરા નથી કરી શકતા એટલું નરેન્દ્રભાઈ મોદી તેમના માટે કરી રહ્યા છે.

માંગીબાઈએ આગળ એમ પણ જણાવ્યું હતું કે તેઓ પોતાની 25 વીઘા જમીન નરેન્દ્રભાઈ મોદીને જ આપશે કારણ કે હાલના સમયમાં તેઓ જ તેમના પરિવારનું પાલન પોષણ કરી રહ્યા છે.