તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં માં ટૂંક જ સમય માં થશે નવા દયાબેન ની એન્ટ્રી, અસિત મોદી એ કહ્યું કે…
આખા ભારત માં જો કોઈ કોમેડી સિરિયલ નો દબદબો હોય તો તે છે કોમેડી સિરિયલ તારક મહેતા કે ઉલ્ટા ચશ્મા. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ પુરા ભારત ના લોકો ની પ્રિય સિરિયલ છે. તેમાં આવતા કલાકારો પોતાના પાત્રો વડે લોકો ને ખુબ જ હસાવતા હોય છે. તારક મહેતા માં આવતા બધા પાત્રો અને કલાકારો લોકો ના પ્રિય છે. એમાં પણ દયા અને જેઠાલાલ નું પાત્ર તો લોકો ખુબ જ પસંદ કરે છે.
તમે જાણો છો કે, દયાબેન ના પાત્ર ભજવવામાં દિશા વાકાણી લોકો માં ખુબ જ પ્રિય છે. દયા નું પાત્ર આવે એટલે લોકો જોવામાં ક્યાંય ખોવાય જતા હોય છે. પરંતુ, છેલ્લા 5-વર્ષ થી દયાબેન ટીવી સિરિયલ માં જોવા મળતા નથી. આ બાબતે અસિત મોદી એ એક ઇન્ટરવ્યૂ માં જણાવ્યું કે, દયાબેન તરીકે હવે દિશા વાકાણી આવવાના નથી. પરંતુ દયાબહેન ના પાત્ર માટે કોઈ બિજા કલાકાર પાત્ર ને ભજવવા આવી રહ્યા છે.
એટલે કે આ બાબતે સ્પષ્ટ થઇ ગયું છે કે, દિશા વાકાણી હવે ટીવી સિરિયલ તારક મહેતા માં જોવા મળશે નહીં. અસિત મોદી એ કહ્યું કે, દિશા વાકાણી એ તેના લગ્ન બાદ થોડા સમય માટે કામ કર્યું હતું. ત્યારબાદ તેણે બાળક ને જન્મ આપતા તેની દેખરેખ માટે બ્રેક લીધો હતો. પરંતુ, દિશા વાકાણી એ આ શો ક્યારેય છોડ્યો નથી. અસિત મોદી ને આશા હતી કે દિશા વાકાણી જરૂર પરત ફરશો.
પરંતુ ત્યારબાદ તે લાંબા સમય થી પરત ફર્યા નથી. અને હાલમાં જ દિશા વાકાણી એ તેના બીજા બાળક ને જન્મ આપ્યો છે. હવે તે શો માં પાછી આવી શકે તેમ નથી. આથી દિશા વાકાણી ની સ્થાને બીજા પાત્ર ના ઓડિશન ચાલુ છે. અને હાલમાં જ સિરિયલ ના એક પ્રોમો માં નવા દયાબેન ની એક ઝલક જોવા મળી હતી. જેમાં દયાબેન નો ભાઈ તેના જીજા જેઠાલાલ ને કહે છે કે તે તેની બહેન ને મુંબઈ જરૂર લઇ ને અવશો.
અને પ્રોમો માં જોવા મળે છે કે દયાબહેન ચાલતા ચલતા આવે છે. અને બાદ તેનો પડછાયો દેખાય રહ્યો છે. ત્યારબાદ દયા બહેન ના પગ જોવા મળે છે. હવે જોવાનું રહ્યું કે, દિશા વાકાણી ના સ્થાને ક્યાં નવા કલાકાર સિરિયલ માં એંટ્રી કરશે. તમે આ લેખ ‘ગુજરાત નો આવાજ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.