India

જે પ્રેમિકા સાથે લવ મેરેજ કર્યા તે જ પત્ની તેના પતિ ના મોત નું કારણ બની, કારણ જાણી ને હચમચી જશે…જાણો વિગતે.

Spread the love

આજના જમાનામાં આપઘાત કરવાના અનેક કિસ્સાઓ સામે આવે છે. એવામાં જે આપઘાત કરવાનો કિસ્સો સામે આવ્યો છે. તે જોઈ તે તમે પણ હચ મચી જશો. એટલે કે એક યુવકે તેની પ્રેમિકા સાથે લવ મેરેજ કર્યા બાદ તેની પ્રેમિકા જ યુવક ના મોત નું કારણ બની. યુવકે આપઘાત કરી લીધો હતો. વધુ વિગતે જાણવા મળ્યું કે, 15 એપ્રિલ 2021 ના રોજ લક્ષમણ નામના યુવકે ઘરે થી ભાગી ને અમદાવાદ માં એક યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.

આ બાબતે યુવતી ના પરિવાર જનો એ યુવતી ની ગુમ થયાની ફરિયાદ કરી હતી. જોધપુર ના ડી.એસ.પી એ કહ્યું કે, 10 એપ્રિલ 2022 ના રોજ યુવતી ને પોલીસે શોધી કાઢી અને માતા-પિતા ને સોંપી હતી. આ સમય બાદ લક્ષમણે રાજસ્થાન કોર્ટ માં હેબિયર્સ કોર્પસ બાબતે પિટિશન દાખલ કરી. એટલે પોલીસે યુવતી ને કોર્ટ માં રજૂ કરી. કોર્ટ માં યુવતી આવતા તેણે તેના પોતાના પતિ સાથે રહેવાની ના પાડી અને માતા-પિતા સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કરી.

કોર્ટ ના આદેશ અનુસાર યુવતી ને માતા-પિતા ને સોંપવામાં આવી. આ વાત થી તેના પતિ લક્ષમણ ને ખુબ જ દુઃખ લાગ્યું અને. તેણે પોતાના ઘરે પોતાના હાથ ની નસ કાપીને આપઘાત કરી લીધો. અને ચાર પાના ની સુસાઇડ નોટ લખી. સુસાઇડ નોટ માં આ માટે તેણે તેની પત્ની ને જવાબદાર ગણી હતી. તેને યુવતી ને સંબોધતા કહ્યું કે, જયારે હું ઘરના બધા ને સમજાવી રહ્યો હતો અને જયારે તારી વધુ જરૂર હતી ત્યારે જ તે મારો સાથ છોડી દીધો?

લક્ષમણે તેના માતા-પિતા ને સંબોધીને સુસાઇડ નોટ માં લખ્યું હતું કે, તમને બને ને ઘણું દુઃખ થયું હશે. પણ પપ્પા ! હું શું કરું…હું પરેશાન હતો. મને કઈ સમજાતું ના હતું કે હું શું કરું? તેણે લખ્યું કે પપ્પા હું હંમેશા તમારી વિરુદ્ધ ગયો પણ તમે હંમેશા મને ટેકો આપ્યો. તમે જે મેં માંગ્યું તે આપ્યું. પણ તમારી ઈચ્છા પુરી ના કરી શક્યો. અને તેના પપ્પા ને સોરી કહ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *