6-વર્ષ ની બાળકી ના હાથ-પગ બાંધી ને પેરેન્ટ્સ એ ધગધગતા તાપ માં અગાશી પર સુવરાવી, બાળકી નો વાંક માત્ર એટલો જ હતો કે….
હોમવર્ક ના કરવા પર પેરેન્ટ્સ એ તેની બાળકી ને એવી સજા આપી કે આવી સજા તો કોઈ હેવાન જ આપે. દુનિયા માં કેટલાક પેરેન્ટ્સ એવા હોય છે કે તે તેના બાળક ને એવી એવી સજા આપે કે જોઈ ને અથવા સાંભળીને આપણું કાળજું કાપી ઉઠે. એવો જ એક મામલો દિલ્હી ના ખજૂરી ખાસ એરિયા માંથી સામે આવ્યો છે. જ્યાં એક પેરેન્ટ્સ એ તેમની 6-વર્ષ ની પુત્રી ના હાથ અને પગ બાંધી ને અગાશી પર કાળઝાળ ગરમી માં છોડી દીધી.
આ ઘટના જેવી સામે આવી કે પોલીસ આ બાબતે તપાસ માં લાગી ગઈ અને જાણવા મળ્યું કે પેરેન્ટ્સ સામે જલ્દી થી એક્શન લેવામાં આવશે. હાલમાં ભારત માં તો ગરમી નો પારો 40-ડિગ્રી ને આસપાસ રહેતો હોય છે. તમે લોકો જાણો છો કે હાલ માં ભારત માં અને ગુજરાત માં કેટલી બધી ગરમી પડી રહી છે. એવામાં વિચાર કરો કે તે 6-વર્ષ ની બાળકી ની હાથ પગ બાંધી ને ધાબા પર ધગધગતા તડકા માં સુવરાવ્યા બાદ તેની હાલત કેવી થઇ હશે?
6-વર્ષ ની બાળકી નો વાંક ખાલી એટલો જ હતો કે, તેને હોમવર્ક કર્યું ના હતું. બસ એને હોમવર્ક નો કર્યું એટલે માતા-પિતા એ બાળકી ને આવી ક્રૂર સજા આપી. બાળકી ના હાથ પગ બંધાયેલા હતા એટલે તે કરી પણ શું શકે? બિચારી ખુબ જ રોતી રહી અને ખુબ જ રાડો પાડતી હતી. પરંતુ તેની માં ને જરા પણ દયા ના આવી. આ વિડીયો સોશિયલ મીડિયા પર જોવા મળતા જ પોલીસ તરત એક્શન માં આવી હતી.
આ ઘટના 2-જૂન ની જાણવા મળી છે. વિડીયો જોયા બાદ પોલીસે માતા સાથે વાત કરી હતી અને જાણવા મળ્યું કે, તેને હોમવર્ક કર્યું ન હતું માટે તેને થોડી મિનિટો માટે અગાશી પર બાંધી દીધી. બાળકી અત્યારે તો સ્વસ્થ છે. પરંતુ પોલીસ આ પારિવાર ની વિરુદ્ધ કેસ નોંધી કરીને કાર્યવાહી કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!