વાદવિવાદ ની વચ્ચે શમા બિંદુ એ 8-જૂને જ વરરાજા વગર પોતાની જાત સાથે કરી લીધા લગ્ન…જુઓ ફોટા.
ગુજરાત માં ભારે ચર્ચા માં રહેનાર શમાં બિંદુ એ લગ્ન ની તારીખ 11- જૂન નિર્ધારિત કરેલી હતી. પરંતુ શમાં બિંદુ એ 8-જૂન ના રોજ જ પોતાની જાત સાથે લગ્ન કરી લીધા છે. કદાચ શમા ના આ લગ્ન પોતાની જાત સાથે ભારત માં પ્રથમ લગ્ન હોય શકે છે. કે કોઈ યુવતી એ પોતાની જાત સાથે લગ્ન કર્યા હોય. શમા એ 11-જૂન ના રોજ મંદિર માં પોતાની જાત સાથે લગ્ન કરવાની જાહેરાત બાદ તેનો વિરોધ ખુબ જ થઇ રહ્યો હતો.
આ વિરોધ ના ડર ને લીધે શમાં એ પોતાના લગ્ન 11-જૂન ના રોજ કરવાના બદલે ત્રણ દિવસ અગાઉ કાલે જ 8-જૂને લગ્ન કરી લીધા હતા. શમા આ લગ્ન એક મંદિર માં કરવાની હતી. પરંતુ લોકો ના વિરોધ ના કારણે તેને લગ્ન પોતાના જ ઘરે કર્યા હતા. આ લગ્ન માં ના તો પંડિત હતા કે ના તો કોઈ વરરાજા હતા. પરંતુ આ લગ્ન માં લગ્ન ની બધી જ વિધિ કરવામાં આવી હતી.
શમા એ નીડર રહીને વરરાજા વગર ચોરી ના ફેરા લીધા. પોતે સોળે શણગારે તૈયાર થઇ હતી. તેની પીઠી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેણે હાથે મહેંદી પણ મૂકી હતી. આ બધી જ વિધિ તેણે કરી હતી. અને 8-જૂન ના રોજ ગઈકાલે જ તેને પોતાની જાત સાથે લગ્ન કરી લીધા હતા. તેને લગ્ન નું પાનેતર પણ પહેર્યું હતું.
લગ્ન નો વિરોધ ખુબ જ વધી ગયો હતો. આથી શમા એ 8-જૂને જ લગ્ન કરી લીધા અને આ દરમિયાન કોઈ પંડિત પણ આવવા તૈયાર ના હતું. આથી તેણે ટેપ વગાડી ને મંત્રોચાર કર્યા અને ફેરા લઇ ને લગ્ન કરી લીધા.જાણવા મળ્યું કે આ લગ્ન માં શમા ના કેટલાક નજીક ના મિત્રો લગ્ન માં સામેલ થયા હતા. ખરેખર આ એક અનોખી ઘટના છે. કે વરરાજા વગર જ પોતાની જાત સાથે લગ્ન કર્યા હોય.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!