બાઈક અને કાર ધડાકાભેર અથડાતા એક યુવાન નું ઘટના સ્થળ પર થયું મોત, એક્સીડંટ એટલું ભયંકર હતું કે જોવાવાળા…જુઓ વિડીયો.

ગુજરાત માં વારંવાર અકસ્માત થવાની ઘટનાઓ સામે આવતી જ રહે છે. અને લોકો ની એક નાની ભૂલ ને કારણે મોટું ભોગવવાનો વારો આવે છે. ગુજરાત માં દમણ ના દુનેઠાં વિસ્તાર માં એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. એમાં એક વ્યક્તિનું તો અકસ્માત માં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અને અન્ય એક યુવક ને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

દમણ ના દુનેઠાં વિસ્તાર માં એક બાઈક ચાલક રોન્ગ સાઈડ માં આવી રહ્યો હતો. આ સમયે એક કાર ચાલક કાર લઈને સામે થી આવી રહ્યો હતો. આ સમયે બન્ને સામસામે એવા ભયંકર અથડાયા કે બાઈક પર સવાર એક યુવક નું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. આખી ઘટના ત્યાં નજીક માં લાગેલા સીસીટીવી કેમેરા માં કેદ થઇ હતી.

કેમેરા ના ફૂટેજ માં જોઈ શકાય છે કે એક બાઈક રોન્ગ સાઈડ માં આવી રહી હતી અને કાર સામે થી આવી રહી હતી. તે સમયે બન્ને અથડાતા બાઈક પર બેસેલા બે યુવાનો દૂર સુધી ફંગોળાય ગયા હતા. અને જમીન પર ઢસડાયા હતા. અને તેમની ગાડી પણ ક્યાંય ફંગોળાય ગઈ હતી. આ ઘટના ની જાણ તરત 108 એબ્યુલન્સ ને કરતા તે આવી અને એક યુવાનને તાત્કાલિક ના ધોરણે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. જુઓ વિડીયો.

આ ઘટના એટલી ભયંકરર હતી કે જોનારાઓ ની આખો જ ફાટી ગઈ હતી. આવી અનેક દુર્ઘટનાઓ દિનપ્રતિદિન વધતી જ જાય છે. અને ખાસ કરીને યુવાનો માં બાઈક અને કાર લઇ જયારે નીકળે છે ત્યારે તે ફુલસ્પીડે જ ચલાવતા હોય છે. અને અંતે તે લોકો ને કાંતો ગંભીર ઈજાઓ થાય અથવા તો અકસ્માતે મૃત્યુ થતું હોય છે. અને ક્યારેક તો કોઈ નીર્દોશ જ અકસ્માત નો ભોગ બનતા હોય છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.