India

ખૌફનાક અકસ્માત ! mercedes કાર સાથે ટ્રેક્ટર ની આવી અથડામણ ક્યારેય નહીં જોય હોય. ટ્રેક્ટર ના થયા બે ટુકડા, જુઓ વિડીયો.

Spread the love

રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ અને અનેક વિડીયો સામે આવતા હોય છે. અને અનેક લોકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. ક્યારેક આખેઆખો પરિવાર કારમાં સવાર થઈને જતો હોય પરંતુ અકસ્માત માં આખે આખો પરિવાર પણ તબાહ થઈ જતો હોય છે. થોડા સમય પહેલા mercedes કારમાં સાયરસ મિસ્ત્રીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું.

આ મર્સિડીઝ કારની અકસ્માતની ઘટના ફરી પાછી આંધ્રપ્રદેશના તિરુપતિ થી સામે આવે છે. જેમાં mercedes કાર સાથે એક ટ્રેક્ટર અથડાતા જોરદાર ટક્કર થઈ હતી. આ ઘટનાનું વિગતે જાણીએ તો આંધ્રપ્રદેશ રાજ્યમાં તિરુપતિ પાસે ચંદ્રગીરી બાયપાસ રોડ પર આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. પરંતુ આ mercedes કારની કિંમત પ્રમાણે mercedes કારે કારમાં સવાર લોકોના જીવ પણ બચાવી લીધા હતા.

આ ઘટના ની વિગતે વાત કરીએ તો એક mercedes કાર રોડ ઉપર દોડી રહી હતી. તે સમયે અચાનક તેની સામેથી રોંગ સાઈડમાં એક ટ્રેક્ટર આવી ગયું હતું અને બને વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ હતી. પરંતુ ટ્રેસ્ટર અને ટ્રોલી બંનેના બે ટુકડા થઈ ગયા હતા. પરંતુ mercedes કારને આગળના ભાગે થોડું નુકસાન થયું હતું. અને mercedes કાર માં સવાર લોકો સુરક્ષિત હતા.

તેઓ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. આ ભયંકર અકસ્માત થતાં ટ્રેક્ટરના અનેક ટુકડાઓ રસ્તા ઉપર વેરવિખેર થઈને પડેલા જોવા મળ્યા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયો જોઈને ચોકી ઉઠ્યા છે. આવી ઘટના રોજબરોજ સામે આવતી હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *