15-દિવસ ના જોડિયા બાળકો નો શું વાંક હશે? કે તેની માતા એ જ તેને મોત ને ઘાટ ઉતારી દીધા. થયું એવું કે,
રોજબરોજ હત્યા અને આત્મહત્યા ના અનેક કેસો સામે આવતા હોય છે. ક્યારેક પારિવારિક ઝગડાઓમાં પરિવારના સભ્યો જ એકબીજા ની હત્યા કરી નાખતા હોય છે. પરંતુ ભોપાલથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેને સાંભળીને ચોકી ઉઠશો. ભોપાલમાં થી એક મહિલાએ પંદર દિવસના બે જોડિયા બાળકોને મોતને ઘાટ ઉતારી દેવાનો એક કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું કે સપના નામની પરિણીત મહિલાએ તેના બે જોડિયા બાળકોને 7 સપ્ટેમ્બર ના રોજ જન્મ આપ્યો હતો.
ત્યારબાદ 15 દિવસના આ બાળકો ની ગુમ થયાની ફરિયાદ સપના ધાકડે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પરંતુ પોલીસ સ્ટેશનમાં નિવેદન નોંધાવતા સમયે સપના પોતાના બયાનો વારંવાર બદલતી હતી. અંતે પોલીસને સપના ઉપર શંકા થતી હોવાને લીધે પોલીસે કડક પુછપરછ કરી તો સપનાએ કહ્યું કે બાળકો હબીબગંજ વિસ્તારના જ્ઞાનેશ્વર મંદિરની પાછળની ઝાડીઓમાં પડેલા છે.
ત્યારબાદ પોલીસે તપાસ કરતા ત્રણ દિવસથી ગુમ થયેલા જોડિયા બાળકોના મૃતદેહ હબીબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્ઞાનેશ્વર નગર મંદિર પાસે ઝાડીઓમાં સડેલી હાલતમાં મળી આવ્યા હતા. જે બાદ પોલીસે બંને પંદર દિવસના જોડિયા બાળકોની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી અને હત્યાનું સાચું કારણ જાણવાની તપાસ હાથ ધરી હતી.
સાથે જ માતા ઉપર હત્યાની આશંકાને લઈને માતાને કસ્ટડીમાં લીધી હતી. પોલીસે આ બાબતે મહિલાની પૂછપરછ કરતા મહિલાએ જણાવ્યું હતું કે તે તેના બાળકોને લઈને પિયર જઈ રહી હતી. અને જ્યારે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો જાણવા મળ્યું કે મહિલા સીટી બસમાંથી નીચે ઉતરતી હતી તે સમયે તેના બાળકો સાથે જોવા મળ્યા ન હતા.
સાથે મહિલાએ જણાવ્યું કે તેના બાળકોની હત્યા તેના પતિ એ કરી નાખી છે. અને પોલીસને કહ્યું કે તેના પતિ પાસે બાળકોને ઉછેરવાના પૈસા ન હતા. આથી તેના પતિ એ જ તેના બાળકોની હત્યા કરી નાખી છે. આ બાબતે પોલીસને માતા ઉપર શંકા હોય આગળની તપાસ હાથ ધરી હતી. આમ આવી અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવતી હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!